Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત, શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી આચર્યું દુષ્કર્મ, જાણો શું હતો સમગ્ર મામલો

સુરતમાં જૈન સમાજનાં મુનિ દુષ્કર્મ કેસમાં કોર્ટે શાંતિ સાગરને દોષિત જાહેર કર્યા છે. આવતીકાલે સંભવત સજા જાહેર થાય તેવી શક્યતાઓ છે.
surat   દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત  શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી આચર્યું દુષ્કર્મ  જાણો શું હતો સમગ્ર મામલો
Advertisement
  • સુરતમાં જૈન સમાજના મુનિ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર
  • આવતીકાલે સંભવતઃ સજા જાહેર થાય તેવી શક્યતા
  • સુરત કૉર્ટે આરોપી શાંતિ સાગરજીને જાહેર કર્યા દોષિત

સુરતમાં જૈન સમાજના મુનિ પર વર્ષ 2017 માં દુષ્કર્મના આરોપ મામલે કોર્ટ દ્વારા મોટો ચૂકાદો આપ્યો છે. દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આવતીકાલે સંભવત સજા જાહેર થાય તેવી શક્યતાઓ છે. સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

અઠવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો

મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશનાં 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને કોર્ટે દોષીત જાહેર કર્યા છે. વર્ષ 2017 માં સ્વામી દ્વારા વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. જે બાદ એકાંતમાં રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે અઠવા પોલીસ મથકમાં પોલીસે કલમ 376 (1), 376(2)(F) હેઠળ ગુનો નોંધાયો હતો.

Advertisement

Advertisement

શું હતો સમગ્ર બનાવ

સુરત ખાતે ટીમલીયાવાડ ખાતે આવેલ જૈન ઉપાશ્રયમાં શંતિ સાગર મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દ્વારા તાંત્રિક વિધિ કરવાના બહાને વડોદરાની યુવતીને તેના પરિવાર સાથે સુરત બોલાવવામાં આવ્યો હતો. જ્યાં જૈન મુનિ શાંતિસાગરે યુવતી પર દુષ્કર્મ આર્યું હતું. જે બાદ યુવતી દ્વારા અઠવા પોલીસ મથકે આરોપી શાંતિસાગર મુનિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ શાંતિ સ્વામી દ્વારા જામીન માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જે બાદ આ કેસનાં ટ્રાયલની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચોઃKheda: નદીમાં ગેરકાયદેસર ખનનને લઈ મોટો ઘટસ્ફોટ, રેતી માફિયાઓએ વાત્રકમાં પહેલા પણ બનાવ્યો હતો બ્રિજ

ગુરૂએ જતન કરવાની જગ્યાએ દુષ્કર્મ આચર્યુંઃ રાજેશ ડોબરીયા (સરકારી વકીલ, સુરત )

આ બાબતે સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર સાથે વર્ષ 2017 માં સુરત ખાતે ટીમલીયાવાડ ખાતે બનાવ બન્યો હતો. ભોગ બનનારને તાંત્રિક વિધિના બહાને મુનિએ તેમના માતા-પિતા સાથે બોલાવ્યા હતા. અને અલગ રૂમમાં બેસાડી તાંત્રિક વિધિ કરૂ છું તેમ જણાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ભોગ બનનારનુ ખુદનો પુરાવો, તેની માતાનો પુરાવો, ભાઈનો પુરાવો તેમજ ડોક્ટરી પુરાવા અને 167 નાં નિવેદનો તેમજ એફએસએલ રિપોર્ટ. જ્યારે મા બાપ કરતા પણ કોઈ વ્યક્તિ ગુરૂ આગળ પોતાનું સ્વર્સ સમર્પિત કરતું હોય ત્યારે ગુરૂએ જતન કરવાની જવાબદારી છે. પણ એણે એની જગ્યાએ દુષ્કર્મ આચર્યું છે તે અધમ કૃત્ય છે.

આ પણ વાંચોઃ Ahmedabad: મેટ્રોપોલિટીન કોર્ટે IT એક્ટની કલમ હેઠળ પ્રથમવાર સજાનો કર્યો હુકમ, જાણો શું છે સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×