Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ટ્રાફિક સિગ્નલો ભીખ માગતા અને કચરો વિણતા 38 બાળકોનું રેસ્ક્યુ

Surat: ગુજરાતમાં ઘણા એવા વિસ્તારોમાં અત્યારે પણ બાળકો રોડ રસ્તા પર ભીખ માંગી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત (Surat) ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા અને કચરો વિણતા બાળકોનું શહેર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નોંધનીય...
surat  ટ્રાફિક સિગ્નલો ભીખ માગતા અને કચરો વિણતા 38 બાળકોનું રેસ્ક્યુ
Advertisement

Surat: ગુજરાતમાં ઘણા એવા વિસ્તારોમાં અત્યારે પણ બાળકો રોડ રસ્તા પર ભીખ માંગી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત (Surat) ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા અને કચરો વિણતા બાળકોનું શહેર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, શહેર પોલીસ કમિશ્નરની સૂચના અન્વયે 38 બાળકોનું રેસ્ક્યુ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની સોંપવામાં આવ્યા છે, જેથી ત્યાં તેમની સારી એવી સારસંભાળ લેવામાં આવતી હોય છે.

સુરત પોલીસ દ્વારા બાળકોનું રેસ્ક્યું ઓપરેશન શરૂ કરાયું

જાણકારી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch), મહિલા સેલ, AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી ટીમોની કામગીરી સરાહનીય છે. જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરાવામાં આવ્યું હતું. સુરતના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા તો સફાઈ કરીને આ બાળકો પૈસા ઉઘરાવતા હતા, જેમનું અત્યારે સુરત પોલીસ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું છે. બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

Advertisement

38 બાળકોમાંથી 7 બાળકોની ઉંમર 0 થી 6 વર્ષ છે

બાળકોની પણ વાતો કરવામાં આવે તો, રેસ્ક્યુ કરાયેલા 38 બાળકો પૈકી 17 સગીર વયના બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે. રેસ્ક્યુ કરાયેલા 38 બાળકોમાં 7 બાળકો 0 થી 6 વર્ષના છે. 31 બાળકો 0 થી 12 વર્ષની વયના છે. જ્યારે તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. આ રેસ્ક્યુ કરાયેલ બાળકોમાં માતા-પિતા સાથે કુલ 33 બાળકો હતા.

Advertisement

બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા

નોંધનીય છે કે, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવેલ છે. જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ હતી. જે તમામ બાળકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે આ તમામ બાળકોને અત્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા છે.જેથી ત્યાં બાળકોની સંભાળ રાખી સકાય અને સેવા કરી શકાય.

આ પણ વાંચો: Janmashtami નિમિતે પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

આ પણ વાંચો: હિંમતનગર અને તલોદમાં 4 ઇંચ, પ્રાંતિજમાં માત્ર બે કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો

Tags :
Advertisement

.

×