Surat પોલીસે RTI નો દૂરઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી, 50 થી વધુ લોકો સામે નોંધ્યા ખંડણીના ગુના
- સુરત પોલીસે ખંડણી વસુલતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
- RTI નો દૂરઉપયોગ કરી માંગતા હતા ખંડણી
- પોલીસે 50 લોકો સામે ખંડણીના ગુના નોંધાયા
Surat RTI Act misused : આર.ટી.આઈના (Surat RTI Act misused) નામે લોકો પાસેથી ખંડણી વસુલતા વધુ ત્રણ આરોપીઓની સુરત પોલીસે (Surat Police) ધરપકડ કરી છે.આરોપીઓ વિરુધ લાલગેટ અને મહિધરપુરા પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ જેટલી ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી છે.ધરપકડ કરાયેલા ત્રણ પૈકીનો એક આરોપી વ્યવસાયે ટેલર છે.જે બાંધકામો અંગેની RTI કરી લોકોને બ્લેકમેઇલ કરી ખંડણી વસુલતો હતો.વધુ તપાસ લાલગેટ અને મહિધરપુરા પોલીસે (Surat Police) હાથ ધરી છે.
![]()
પાલિકામાં આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવતી
સુરતમાં RTI ના (Surat RTI Act misused) નામે લોકોને બ્લેકમેઇલ કરી ખંડણી વસુલ કરતા ખંડણી ખોરો વિરુધ સુરત પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે. ખાનગી માલીકીની મિલકતોની પાલિકામાં RTI કરી માહિતી માંગવામાં આવતી હતી. ત્યારબાદ બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી ખંડણી વસૂલવામાં આવતી હતી.જે ત્રણ ખંડણી ખોરો સામે સુરત પોલીસે અલગ અલગ ગુન્હા નોધી ધરપકડ કરી છે.
ખંડણી વસુલતા વધુ ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાયા
RTI ના દૂરઉપયોગ કરી ખંડણી વસુલતા વધુ ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અત્યાર સુધી સુરત પોલીસ દ્વારા 50 લોકો સામે ખંડણી ના ગુના નોંધકામા આવ્યા છે.જ્યાં મહિધરપુરા પોલીસે હેમંત દેસાઈ સામે ત્રણ ગુના દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર,આરોપીએ ગેરકાયદેસર મકાનના નામે 50 હજાર ,જ્યારે બે જરી વેપારી પાસેથી 30 હજાર રૂપિયા પડાવ્યા હતા.જે ફરિયાદના પગલે લાલગેટ પોલીસે બે ઈસમો ને ઝડપી પાડ્યા હતા.દરજી કામ કરતો શાકિર હુસેન લાખાણી અને સાપ્તાહિક પેપરનો સંચાલક મહંમદ અન્સારી ની ધરપકડ કરવામાં આવી છે.બને એ એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ ની માંગ કરી હતી.જ્યાં 1.40 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ પણ વાંચોઃ Deesa : ભયંકર અકસ્માત! 3 વાહન અથડાતાં વિકરાળ આગ લાગી, 2 નાં મોત, જુઓ Video
પોલીસે તપાસ હાથ ધરી
આરોપીઓ દ્વારા આ રીતે કેટલા લોકો પાસેથી RTI ના નામે ખંડણી વસૂલવામાં આવી છે. તે પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.જો કે પોલીસને શંકા છેકે આરોપીઓએ આ રીતે અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા હોય શકે છે.જ્યાં હાલ આ ત્રણેય ઈસમોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gandhinagar news: વ્યાજખોરોને લઈ ગૃહમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન, ધારાસભ્યો વ્યાજખોરો માટે રજૂઆત ન કરે