Surat: સચિનમાં રખડતા શ્વાનોએ 5 વર્ષીય બાળકને ફાડી ખાધો, હાલત ગંભીર
Surat Dogs Attack on Child: પાંચ વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો છે. ગંભીર ઈજાઓનો ભોગ બનેલા બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જો કે માથું ફાડી ખાધુ હોવાથી બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક અને બાળકના પરિવારે રખડતાં કુતરાઓને પકડવા ઉગ્ર માંગ કરી છે.
Advertisement
- Surat ના સચિન વિસ્તારમાં બાળક પર શ્વાનોનો હુમલો(Surat Dogs Attack on Child)
- 20 વધુ બચકા ભરી લેતાં 5 વર્ષિય બાળકની હાલત ગંભીર
- બાળક પર હુમલો થતાં પરિવાર અને સ્થાનિકોમાં રોષ
- લિકાની રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે સવાલ
Surat Dogs Attack on Child: ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં વારંવાર શ્વાનોના હુમલાઓની ઘટના બની રહી છે. ત્યારે હવે સુરત(Surat) શહેરમાં રખડતા શ્વાનોનોએ 5 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. આજે સચિન GIDC વિસ્તારમાં આ હૃદયદ્રાવક ઘટના બની છે. માત્ર 5 વર્ષના માસૂમ શિવાય રાજેશ પ્રજાપતિ પર ચારથી પાંચ રખડતા શ્વાનોએ એકસાથે જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકનું માથું ફાડી નાખ્યું અને શરીરના વિવિધ ભાગો પર 20થી વધુ વાર બચકાં ભર્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે.

