Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક, 50 લાખની લૂંટથી હડકંપ

સુરતની વ્યસ્ત ગણાતી SBI બેંકમાં આજે બપોરે કંઈક એવું બન્યું કે જેણે શહેરની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલ ઉભા કર્યા છે. હથિયારો સાથે ધસી આવેલા નકાબપોશ શખ્સોએ માત્ર થોડી જ મિનિટોમાં આખી બેંકને બાનમાં લીધી હતી.
surat  sbi બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક  50 લાખની લૂંટથી હડકંપ
Advertisement
  • Surat ની SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક!
  • કર્મચારીઓને ગન પોઈન્ટ પર બંધક બનાવી 50 લાખની લૂંટ
  • મોઢે રૂમાલ બાંધી હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા 4 લૂંટારૂઓ
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર
  • લૂંટારૂઓની ઓળખ માટે પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ તેજ કરી
  • શહેરભરમાં સઘન નાકાબંધી, ગુનેગારોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

Surat News: ડાયમંડ સિટી સુરતમાં આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક મોટી ગુનાહિત ઘટના સામે આવી છે. શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) ની શાખામાં ભરબપોરે ચાર હથિયારધારી લૂંટારૂઓ (Armed Robbers) ત્રાટક્યા હતા અને ગન પોઈન્ટ પર અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

Surat_gujarat_first

Advertisement

હથિયાર બતાવી લૂંટ કરી

ઘટનાની વિગત મુજબ, ગ્રાહકોની અવરજવર વચ્ચે અચાનક મોઢે રૂમાલ બાંધેલા ચાર શખ્સો બેંકમાં પ્રવેશ્યા હતા. લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓ અને ત્યાં હાજર ગ્રાહકોને હથિયાર બતાવી એક ખૂણામાં બંધક (Hostage) બનાવી દીધા હતા. લૂંટારૂઓએ અત્યંત ફિલ્મી ઢબે કેશિયર પાસેથી તમામ રોકડ પડાવી લીધી હતી. પ્રાથમિક અંદાજ મુજબ 50 લાખથી વધુની રકમની લૂંટ (Bank Heist) થઈ હોવાનું મનાય છે.

Advertisement

લૂંટારુઓને પકડવા Surat પોલીસ સજ્જ

લૂંટારૂઓ ફરાર થતા જ બેંક મેનેજરે પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ (Top Police Officials) સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બેંકના CCTV ફૂટેજ કબજે કરી લૂંટારૂઓની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ શહેરના પ્રવેશ અને નિકાસ દ્વાર પર સઘન નાકાબંધી (Blockade) ગોઠવી દેવામાં આવી છે જેથી ગુનેગારોને ઝડપી પાડી શકાય.

આ પણ વાંચો; 44 Degree Temperature: અમદાવાદ બન્યું અગનગોળો: સિવિલ હોસ્પિટલ હાઈ એલર્ટ! બાળકો અને વૃદ્ધો રાખજો ખાસ સાવચેતી!

Tags :
Advertisement

.

×