Surat: વરાછા SBI બેંક લૂંટ કેસમાં મોટો ખુલાસો, લૂંટનું બિહાર કનેક્શન આવ્યું સામે
- Surat: વરાછા SBI બેંક લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા!
- 50 લાખની લૂંટમાં આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
- પટના જેલમાંથી કુંદન ભગતે ઘડ્યું હતું આખું કાવતરું
- બે મહિના સુધી ભાડે રહીને બેંકની કરવામાં આવી હતી રેકી
- UP થી ઝડપાયા આરોપીઓ, મળ્યા બોગસ દસ્તાવેજો અને હથિયાર
- 1000 CCTV ફૂટેજની તપાસ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી
Surat: વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી કરોડોની લૂંટના પ્રયાસ અને 50 લાખની સનસનાટીભરી લૂંટ (Bank Robbery) મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ લૂંટનું માસ્ટરમાઈન્ડ પટના જેલમાં બંધ કુખ્યાત ગુનેગાર કુંદન ભગત (Kundan Bhagat) હતો.
જેલમાંથી ઓપરેશન અને બે મહિનાની રેકી
તપાસમાં ખુલાસો થયો છે કે કુંદન ભગતના સાગરીતોએ જેલની અંદરથી જ આ આખું ષડયંત્ર (Criminal Conspiracy) ઘડ્યું હતું. આરોપીઓએ સુરતના ઉગત કેનાલ રોડ પર બે મહિના સુધી ભાડે મકાન રાખીને બેંકની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી રેકી (Recce) કરી હતી. તેમની પાસે બેંક અધિકારીઓના ફોટા અને ખાનગી વિગતો પણ હતી, જે દર્શાવે છે કે આ લૂંટ ખૂબ જ વ્યવસ્થિત આયોજન સાથે કરવામાં આવી હતી.
Surat: ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્લાન બનાવ્યો
આરોપીઓએ ચૂંટણીની (Election) વ્યસ્તતાનો લાભ ઉઠાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને ચકમો આપવા માટે તેઓ બંધ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા જેથી લોકેશન ટ્રેસ ન થઈ શકે. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચની 7 ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને 1000 થી વધુ CCTV કેમેરા (CCTV Investigation) તપાસીને આરોપીઓને ટ્રેક કર્યા હતા. અંતે ઉત્તર પ્રદેશથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના પાસેથી બોગસ આધારકાર્ડ (Forged ID Cards) અને ઘાતક હથિયારો મળી આવ્યા છે.
આ પણ વાંચો: મમતાની હારની અસર ઉત્તર પ્રદેશમાં ! Akhilesh Yadav એ I-PAC સાથેનો કોન્ટ્રાકટ કર્યો રદ


