Surat: બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની SOG એ ધરપકડ
- SOG પોલીસે રશીદા બેગમ જહાંગીર અલી શેખની કરી ધરપકડ
- 4 વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે બનાવ્યા હતા બોગસ ડોક્યુમેન્ટ
- એસઓજીએ મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
Surat: સુરત શહેરના એસઓજી પોલીસ દ્વારા બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધારકાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાને ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા રશીદા બેગમ જહાંગીર અલી શેખ છે, જે દિલ્હીગેટ વિસ્તારમાંથી ઝડપી પડવામાં આવી છે.આ મામલે પોલીસે આપેલી વિગતો અનુસાર, મહિલા પાસેથી બાંગ્લાદેશી નાગરિકત્વના કાર્ડ, ભારતીય આધારકાર્ડ અને મોબાઈલ મળી આવ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
આ પણ વાંચો: ઇસ્કોન પ્લેનિયમમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત! 23 સ્થાનિકોને એડમિટ કરાયા
આધારકાર્ડ માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું ગુનાહિત બોર્ડર ક્રોસિંગ
આ મહિલાએ ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટની મદદથી બોગસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા હતા. તેને રૂપિયા 15,000 બાંગ્લાદેશી કરન્સી (ટાકા) આપી, જાશોર જિલ્લાની પ્રતિબંધિત બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય પ્રદેશમાં પ્રવેશ કર્યા બાદ રશીદાએ પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાઉની માર્ગે હાવડા રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે સુરત પહોંચી હતી. અત્યારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: VADODARA : BRICS સંમેલન માટે એકમાત્ર સાંસદ ડો. હેમાંગ જોષીની પસંદગી
અલગ-અલગ જગ્યાઓ પર ભાડે રહીને આગળ વધતી હતી સજાજી
સુરતમાં પહોંચ્યા બાદ આ મહિલાએ અલગ-અલગ વિસ્તારોમાં ભાડે રહેવું શરૂ કર્યું હતું. જો કે, પોલીસને મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે તેની ઓળખ અને દસ્તાવેજો બોગસ ડોક્યુમેન્ટના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા. એસઓજીએ આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે, મહિલા આરોપી પાસેથી મળી આવેલા ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવ્યા હોવાની હકીકત સામે આવી રહીં છે, જે મામલે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: મધ્ય રાત્રિએ Somnath Temple પર જોવા મળ્યો અનોખો નજારો, મહાદેવનો અભિષેક કરવા આવ્યાં ચંદ્ર દેવ