Surat SOGનું 'રાષ્ટ્ર સુરક્ષા અભિયાન, મોબાઈલ શોપ અને કાર મેળાઓમાં આકસ્મિક તપાસ
- રાષ્ટ્ર સુરક્ષા અભિયાન અંતર્ગત Surat એસઓજીની તપાસ
- એટીએસ અમદાવાદના આદેશ અનુસાર સુરત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ
- શહેરની 366 થી વધુ મોબાઈલ શોપ અને કાર મેળામાં આકસ્મિક ચેકિંગ
- ગુનાખોરી ડામવા મોબાઈલ અને વાહન ડીલરોનો ડેટાબેઝ તૈયાર કરાયો
- આઈડી પ્રૂફ વગર જૂના ફોન કે વાહનો ન વેચવા વેપારીઓને કડક સૂચના
- શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુની જાણ તુરંત પોલીસને કરવા કરાયો આદેશ
સુરતની ગલીઓમાં મોબાઈલ અને વાહનોના ખરીદ-વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સુરત એસઓજીની સ્પેશિયલ ડ્રાઈવ એક ચેતવણી સમાન છે. એટીએસના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલું આ 'રાષ્ટ્ર સુરક્ષા અભિયાન' કેમ માત્ર 366 દુકાનો સુધી જ સીમિત નથી?સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુરત એસઓજી (Surat SOG) દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એટીએસ (ATS Ahmedabad) અમદાવાદના આદેશ અનુસાર, સુરત એસઓજીની અલગ-અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં 'રાષ્ટ્ર સુરક્ષા અભિયાન' અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ (Special Drive) યોજી હતી.
Surat: SOG નું જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ
આ કાર્યવાહી દરમિયાન એસઓજીની ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 366 થી વધુ મોબાઈલ શોપ (Mobile Shops), જૂના અને નવા વાહનોના લે-વેચ કરતા કાર મેળાઓ (Car Mela) તેમજ ભંગારના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ તવાઈ પાછળનો મુખ્ય હેતુ ચોરી, લૂંટ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન અને વાહનોના ગેરકાયદે ખરીદ-વેચાણ પર અંકુશ લાવવાનો છે.
ગ્રાહકોનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરવા આદેશ
તપાસ દરમિયાન પોલીસે તમામ વેપારીઓને ત્યાં ગ્રાહકોનો સંપૂર્ણ ડેટાબેઝ (Database) તૈયાર કરવા અને રજિસ્ટર નિભાવવા માટે કડક સૂચના આપી છે. કોઈપણ મોબાઈલ કે વાહનના સોદા વખતે ગ્રાહકના માન્ય ઓળખ દસ્તાવેજો (KYC Documents) ની સંપૂર્ણ ચકાસણી કરવી ફરજિયાત કરવામાં આવી છે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ વસ્તુ વેચવા આવે તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: UAE ની નવી પાઇપલાઇનથી ઈરાનનું 'ઘમંડ' થશે ચકનાચૂર, હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવા માટે પ્રોજેકટ કરાશે શરૂ!


