Surat: રિઝર્વેશન હટાવવાની માંગ સાથે હજારો પરિવારોનો પાલિકા કચેરીએ મોરચો, માંગણી નહી સ્વીકારાય તો..!
Surat: શિવાજી નગર સહિત નવ સોસાયટીના 2,000થી વધુ પરિવારોએ તેમના રહેણાંક વિસ્તાર પરના રિઝર્વેશનને હટાવવાની માંગ સાથે મુગલીસરા પાલિકા કચેરીએ મોરચો માંડ્યો. પૂર્વ કોર્પોરેટર સુરેશ સોનવણેએ આક્ષેપ કર્યો કે બિલ્ડરોને ફાયદો કરાવવા આ રિઝર્વેશન મુકાયું છે અને 25 વર્ષથી ટેક્સ ભરવા છતાં લોકોને સુવિધા નથી મળતી. તેમણે 31 ડિસેમ્બર સુધીમાં ન્યાય ન મળે તો આત્મવિલોપન અને આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે.
Advertisement
- Surat ના નવાગામના ડીંડોલીની નવ સોસાયટીના રહીશોનો મોરચો
- પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્ત લોકોએ નોંધાવ્યો વિરોધ
- 9 સોસાયટીઓમાં પાલિકાનું રિઝર્વેશન હટાવવાની લોકોની માગ
- 25-30 વર્ષથી આ 9 સોસાયટીના લોકો રહેતા હોવાનો દાવો
- શિવાજીનગર, બાલાજીનગર સહિતની 9 સોસાયટીના લોકોની માગ
- બિલ્ડરોને લાભ કરાવવા માટે રિઝર્વેશન ન હટાવતા હોવાનો આક્ષેપ
- વર્ષોથી પરપ્રાંતીયો રહેતા હોવાથી તેમને દસ્તાવેજ કરી આપવા કરી માંગ
Surat:સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત પરિવારોએ પોતાના વિસ્તાર પર મૂકાયેલા 'અનામત' (Reservation)ને તાત્કાલિક હટાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિવાજી નગર, બાલાજી નગર, સોમનાથ નગર, શિવદર્શન નગર, શિવકૃપા નગર સહિતની નવ જેટલી સોસાયટીઓના હજારો પરિવારો આ મોરચામાં જોડાયા હતા.

