ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરત;એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત

અહેવાલ -ઉદય જાદવ-સુરત  સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામ ખાતે આવેલા અમૃત ઉઘોગનગર ખાતે એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે. એમ્બ્રોડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીના બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ બારીની બહાર હાઈટેશનની...
01:04 PM Apr 23, 2023 IST | Hiren Dave
અહેવાલ -ઉદય જાદવ-સુરત  સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામ ખાતે આવેલા અમૃત ઉઘોગનગર ખાતે એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે. એમ્બ્રોડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીના બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ બારીની બહાર હાઈટેશનની...
અહેવાલ -ઉદય જાદવ-સુરત 
સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામ ખાતે આવેલા અમૃત ઉઘોગનગર ખાતે એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે. એમ્બ્રોડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીના બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ બારીની બહાર હાઈટેશનની લાઈનને અડી જતા બંને કારીગરોને કરંટ લાગ્યો હતો જેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા
મળતી માહિતી મુજબ સુરતના કામરેજ ખોલવડ ગામ ખાતે આવેલા અમૃત ઉઘોગનગર ખાતે રાજેશભાઈ સવજીભાઈ વરડીયાનું એમ્બ્રોડરીનું કારખાનું આવેલું છે. અહી મૂળ યુપીના વતની ભગવાનસિહ સાહબસિહ રાજપૂત [ઉ.૨૭] અને સતીષકુમાર મલીખાન સિહ રાજપૂત [ઉ.૨૮] કામ કરતા હતા. દરમ્યાન બંને કારીગરો એમ્બ્રોડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીના બહાર કાઢતા જેમાં બારીની બહાર વીજપુરવઠાની હાઈટેશનની લાઈન પસાર થતી હતી જેને મશીનનો એક ભાગી અડી ગયો હતો જેથી બંને કારીગરોને જોરદાર કરંટ લાગ્યો હતો.
બંને કારીગરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં બંને કારીગરોનું મોત નીપજ્યું હતું. બીજી તરફ આ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આપણ વાંચો-DUMMY KAND ઊજાગર કરનાર ખુદ તોડકાંડમાં ફસાયો છેઃ C.R.PAATIL

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
ComradeCurrent relatedembroideryfactorySuratTwo workers died
Next Article