Surat: ઉધના રે. સ્ટેશનનો સનસનાટીભર્યો વીડિયો વાયરલ, પોલીસ મુસાફરો સાથે મારપીટ કરતી હોવાનો આક્ષેપ
સુરતના ઉધના રેલવે સ્ટેશનનો એક સનસનાટીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેણે રેલવે પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. આ વીડિયોમાં મુસાફરો સાથે અમાનવીય ગેરવર્તણૂક અને મારપીટ થતી હોવાના ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે.
Advertisement
Surat Udhna Railway Station Viral Video: સુરતના વ્યસ્ત ગણાતા ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) નો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક રેલવે પોલીસની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ટ્રેનની રાહ જોઈ રહેલા સામાન્ય મુસાફરો સાથે ગેરવર્તણૂક અને મારપીટ થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

