Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : સુરત બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને HC માં પડકાર

SURAT NEWS : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 ના મતદાન પૂર્વે સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. SURAT કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીએ મતદાન પૂર્વે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને...
surat   સુરત બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને hc માં પડકાર
Advertisement

SURAT NEWS : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 ના મતદાન પૂર્વે સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. SURAT કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીએ મતદાન પૂર્વે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જ જીત મળી હતી. જો કે, હવે ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે અને સાંસદ મુકેશ દલાલને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

SURAT ના સાંસદ મુકેશ દલાલ સામે કોર્ટે સમન્સ પાઠવ્યું

લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જ હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવારએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને મતદાન પૂર્વે જ જીત મળી હતી. ભાજપના મુકેશ દલાલની આ જીતને સામે પહેલા પણ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હવે વધુ એક વખત સાંસદ મુકેશ દલાલની આ જીતને પડકારવવામાં આવી છે. મુકેશ દલાલની જીત સામે હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. તે પિટિશનની બાબતમાં હવે નવા સામાચાર સામે આવ્યા છે. હવે કોર્ટે આ મુદ્દે મુકેશ દલાલ સામે સમન્સ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીની આ જીત સામે ત્રણ મતદારોએએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હવે આ બાબત અંગે વધુ આગળની સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે.

Advertisement

અગાઉ પણ ભાજપ ની બિનહરીફ જીત સામે થઈ છે અરજી

ઉલ્લેખનીય છે કે, SURAT બેઠક પર બિનહરીફ જાહેર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિરુદ્ધ અગાઉ પણ સુરતના એક અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ભાજપ ઉમેદવારને બિનહરીફ જાહેર કરવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે, જે તે સમયે હાઈકોર્ટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને મોટી રાહત આપી હતી. કોર્ટે નોંધ્યું કે, બિનહરીફ જાહેર ઉમેદવાર એ ચૂંટાયેલ ઉમેદવાર સમાન હોય છે. આ સાથે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

Advertisement

આ પણ વાંચો : VADODARA : SMC ની રેડમાં દારૂની ખેપ ઝડપાઇ, એક ઝબ્બે

Tags :
Advertisement

.

×