Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, યુનિ. સિવિલ એવિએશન મંત્રી સાથે વ્યાપાર સંગઠનો અને પ્રતિનિધિમંડળોની મુલાકાત

આજે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, વ્યાપારી સંગઠનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુજીને મળ્યા અને સુરત એરપોર્ટની હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા.
surat   કેન્દ્રીય જળશક્તિ મંત્રી cr પાટીલ  યુનિ  સિવિલ એવિએશન મંત્રી સાથે વ્યાપાર સંગઠનો અને પ્રતિનિધિમંડળોની મુલાકાત
Advertisement
  1. આજે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી
  2. સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, વ્યાપાર સંગઠનો, વિવિધ સંસ્થાઓના એક પ્રતિનિધિમંડળ હાજર
  3. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુને મળી મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા
  4. સ્થાનિક-આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફ્લાઇટ્સની સંખ્યા વધારવા, સ્થગિત આંતરરાષ્ટ્રીય સેવાઓ ફરી શરૂ કરવા રજૂઆત કરી

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (C.R. Patil), સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, વ્યાપારી સંગઠનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુને (Kinjarapu Ram Mohan Naidu) આજે મળ્યા હતા અને સુરત એરપોર્ટ પર હવાઈ જોડાણને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad Police : અમદાવાદ શહેરને મળ્યા નવા 650 TRB જવાન, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે છૂટકારો

Advertisement

Surat માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં મહત્ત્વપૂર્ણ બેઠક

આ બેઠકમાં પ્રતિનિધિમંડળે સુરતથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફ્લાઇટ્સની સંખ્યા વધારવા, અગાઉ સ્થગિત આંતરરાષ્ટ્રીય સેવાઓ ફરી શરૂ કરવા અને સંભવિત નવા રૂટ વિકસાવવાની જરૂરિયાત પર વિગતવાર ચર્ચા કરી હતી. ચર્ચામાં સુરત એરપોર્ટને દેશના એક મુખ્ય ઉભરતા ઉડ્ડયન કેન્દ્ર તરીકે વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે તેની 24x7 કાર્યકારી ક્ષમતાઓ, આધુનિક ટર્મિનલ અને ભવિષ્યના વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

Advertisement

સુરત એરપોર્ટ પર હવાઈ જોડાણને વધુ મજબૂત, વિસ્તૃત કરવા સૂચનો રજૂ કર્યા

માનનીય મંત્રીએ પ્રતિનિધિમંડળના સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા અને સુરત (Surat) અને દક્ષિણ ગુજરાતની વધતી જતી ઔદ્યોગિક અને વ્યાપારી જરૂરિયાતોને અનુરૂપ બહેતર હવાઈ જોડાણ સુનિશ્ચિત કરવા માટે સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી.

આ પણ વાંચો - Surat: પોલીસ બની 'સ્નેચર'! રસ્તા પર લાઈવ ડેમો જોઈ લોકો ચોંક્યા

Tags :
Advertisement

.

×