Surat: પાટણની મેડિકલ કોલેજના રેગિંગ કેસ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતર્ક
- યુનિવર્સિટી દ્વારા તેની તમામ કોલજેના આચાર્યો સાથે મિટિંગ
- મિટિંગ યોજીને સાવધાની રાખવા માટે પગેલા લેવાનું કહેવામાં આવ્યું
- રેગિંગના કિસ્સામાં જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનના પગલા ભરવા આદેશ
Surat: પાટણ જિલ્લાની મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. જે મામલે અત્યારે અન્ય કોલેજોમાં સતર્કતા જોવા મળી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત (Surat)ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સતર્ક થઈ ગઈ છે. યુનિવર્સિટી દ્વારા તેની તમામ કોલજેના આચાર્યો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ મિટિંગ યોજીને સાવધાની રાખવા માટે પગેલા લેવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે નોંધાઈ ફરિયાદ
મેડિકલ કોલેજ અને પેરા મેડિકલ કોલેજોને ખાસ સૂચન
નોંધનીય છે કે, તમામ કોલેજોના આચાર્ય સાથે મિટિંગ યોજી આવી ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલા લેવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને અને વિવિધ 27 વિભાગોને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મેડિકલ કોલેજ અને પેરા મેડિકલ કોલેજોને ખાસ સૂચન કરવામાં આવી. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કમિટિ બનાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. રેગિંગના કિસ્સામાં જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનના પગલા ભરવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...
રેગિંગ કરતા લોકો સામે સસ્પેન્શનના પગલા ભરવા જોઈએ
કોલેજોમાં થયું વિદ્યાર્થીઓનું રેગિંગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે તેવું પાટણ જિલ્લામાં આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં બન્યું હતું.અહીં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા પહેલા વર્ષના વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું. દુઃખની વાત એ છે કે, આ રેગિંગ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, આવી રીતે કોલેજોમાં થતી રેગિંગ જેવી પ્રવૃતિઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ જવાબદારી જે તે કોલેજનીં છે. જે માટે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોતાના તમામ કોલેજોને આ મામલે કડક સુચના આપી છે.
આ પણ વાંચો: Diljit Dosanjh Concert: ‘હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું’ દિલજીતે જીત્યું ગુજરાતીઓનું દિલ