Surat: લિફ્ટનો કેબલ તૂટતાં મહિલા ફસાઈ, ફાયર બ્રિગેડના જવાનોએ કર્યું રેસક્યું
- સુરતમાં ઘોડદોડ રોડ પર લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ
- ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધીને બચાવાઈ
- મહિલા લીફ્ટ ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાયેલી હતી
- આ બનાવમાં લિફ્ટ છટકી જતી તો મહિલાનો જીવ જાય તેમ હતો : ફાયર ઓફિસર
- લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને સપોર્ટ સાથે બાંધી દીધી
- ત્યાર બાદ ફસાયેલી ગ્રીલ છટકાવી હતી
- લિફ્ટ ફરી લિફ્ટબેથી ત્રણ ફુટ જેટલી નીચે ગઈ અને સ્થીર થઈ પછી ગ્રીલ ખોલીને મહિલાને બચાવાઈ હતી
- જેઓ દોડ રોડના નીરજ એપારમેન્ટમાં રહે છે અને તેજ એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો હતો
Surat: સુરત શહેરના ઘોડાદોડ રોડ વિસ્તારમાં આવેલી નીરજ એપાર્ટમેન્ટમાં શનિવારે બપોરે લિફ્ટનો કેબલ તૂટી જતાં એક મહિલા લિફ્ટ અને ત્રીજા માળાની ગ્રીલ વચ્ચે ફસાઈ ગઈ હતી. આ ખતરનાક સ્થિતિમાંથી ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર પહોંચીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી જીવતદાન આપ્યું હતું.
લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ
જાણકારી મુજબ, નીરજ એપાર્ટમેન્ટમાં રહેતા સંગીતાબેન લિફ્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટનો કેબલ તૂટી ગયો અને લિફ્ટ ઝડપથી નીચે ધસી આવી. આ દરમિયાન લિફ્ટનો દરવાજો અડધો ખુલ્લો રહી ગયો અને સંગીતાબેન ત્રીજા માળે લિફ્ટ અને ગ્રીલની જાળી વચ્ચે ફસાઈ ગયા. લિફ્ટ કોઈપણ ક્ષણે છટકીને નીચે પડી જાય તો મહિલાનો જીવ જોખમમાં મુકાય તેવી ગંભીર સ્થિતિ હતી.બુમો સાંભળીને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જે બાદ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
ફાયર બ્રિગેડના જવાનોએ કર્યું રેસક્યું
લિફ્ટ કોઈપણ ક્ષણે છટકીને નીચે પડી જાય તેવી સ્થિતિ હતી તેમાંથી ફાયરના જવાનોએ લિફ્ટના ઉપરના ભાગેથી મજબૂત દોરડા બાંધીને તેને સપોર્ટ આપ્યું અને લિફ્ટને સ્થિર કરી. ત્યારબાદ ફસાયેલી ગ્રીલ છટકાવી. લિફ્ટને નિયંત્રિત રીતે લગભગ ત્રણ ફૂટ જેટલી નીચે લાવીને સ્થિર કરી અને ગ્રીલ ખોલીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી.સ્થાનિક રહેવાસીઓએ મકાન માલિક અને સોસાયટી પાસે લિફ્ટની તાત્કાલિક તપાસ અને જરૂરી સમારકામ કરાવવાની માંગ ઉઠાવી છે.
Surat | ફાયરના જવાનોએ 25 મિનિટમાં
મહિલાનું રેસ્ક્યૂ કર્યુ | Gujarat Firstસુરતમાં ઘોડદોડ રોડ પર લિફ્ટનો કેબલ તૂટ્યો
લિફ્ટનો કેબર તૂટતા મહિલા લિફ્ટમાં ફસાઈ
ફાયર જવાનોએ દોરડાથી બાંધીને બચાવી જાન
નીરજ એપાર્ટમેન્ટમાં લિફ્ટ ગ્રીલમાં ફસાઈ હતી
ફાયરના જવાનોએ 25 મિનિટમાં મહિલાનું… pic.twitter.com/LeCvywiE2w— Gujarat First (@GujaratFirst) December 7, 2025


