ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: લિફ્ટનો કેબલ તૂટતાં મહિલા ફસાઈ, ફાયર બ્રિગેડના જવાનોએ કર્યું રેસક્યું

Surat: સુરત શહેરના ઘોડાદોડ રોડ વિસ્તારમાં આવેલી નીરજ એપાર્ટમેન્ટમાં લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ હતી. મહિલા લીફ્ટ ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાયેલી હતી ત્યારે લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને સપોર્ટ સાથે બાંધી દીધી આમ ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધીને બચાવાઈ હતી.
11:27 AM Dec 07, 2025 IST | Sarita Dabhi
Surat: સુરત શહેરના ઘોડાદોડ રોડ વિસ્તારમાં આવેલી નીરજ એપાર્ટમેન્ટમાં લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ હતી. મહિલા લીફ્ટ ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાયેલી હતી ત્યારે લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને સપોર્ટ સાથે બાંધી દીધી આમ ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધીને બચાવાઈ હતી.
Surat woman- Gujarat first

Surat: સુરત શહેરના ઘોડાદોડ રોડ વિસ્તારમાં આવેલી નીરજ એપાર્ટમેન્ટમાં શનિવારે બપોરે લિફ્ટનો કેબલ તૂટી જતાં એક મહિલા લિફ્ટ અને ત્રીજા માળાની ગ્રીલ વચ્ચે ફસાઈ ગઈ હતી. આ ખતરનાક સ્થિતિમાંથી ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર પહોંચીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી જીવતદાન આપ્યું હતું.

લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ

જાણકારી મુજબ, નીરજ એપાર્ટમેન્ટમાં રહેતા સંગીતાબેન લિફ્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટનો કેબલ તૂટી ગયો અને લિફ્ટ ઝડપથી નીચે ધસી આવી. આ દરમિયાન લિફ્ટનો દરવાજો અડધો ખુલ્લો રહી ગયો અને સંગીતાબેન ત્રીજા માળે લિફ્ટ અને ગ્રીલની જાળી વચ્ચે ફસાઈ ગયા. લિફ્ટ કોઈપણ ક્ષણે છટકીને નીચે પડી જાય તો મહિલાનો જીવ જોખમમાં મુકાય તેવી ગંભીર સ્થિતિ હતી.બુમો સાંભળીને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જે બાદ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.

ફાયર બ્રિગેડના જવાનોએ કર્યું રેસક્યું

લિફ્ટ કોઈપણ ક્ષણે છટકીને નીચે પડી જાય તેવી સ્થિતિ હતી તેમાંથી ફાયરના જવાનોએ લિફ્ટના ઉપરના ભાગેથી મજબૂત દોરડા બાંધીને તેને સપોર્ટ આપ્યું અને લિફ્ટને સ્થિર કરી. ત્યારબાદ ફસાયેલી ગ્રીલ છટકાવી. લિફ્ટને નિયંત્રિત રીતે લગભગ ત્રણ ફૂટ જેટલી નીચે લાવીને સ્થિર કરી અને ગ્રીલ ખોલીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી.સ્થાનિક રહેવાસીઓએ મકાન માલિક અને સોસાયટી પાસે લિફ્ટની તાત્કાલિક તપાસ અને જરૂરી સમારકામ કરાવવાની માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો:  Arvind Kejriwal in Gujarat: AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Tags :
fire brigadeGujaratGujarat Firstlift cable breaksSuratwoman rescued
Next Article