સુરતમાં જે રીતે નશીલા પદાર્થનું સેવન સતત વધી રહ્યું છે, તેમજ પાછલાં ઘણાં સમયથી શહેરમાં હિંસા, ચોરી લૂંટના આંકડાઓ પણ વધી રહ્યાં છે. મોટાં શહેરોમા પાનના ગલ્લાં પર યુવાનો સરેઆમ નશાનું સેવન કરતાં હોય તેવાં કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતં હોય છે. ત્યારે આ યુવાધનને બરબાદ કરાનારા નશાખોરોને પકડવાં તંત્ર પણ એક કદમ આગળ ચાલી રહ્યું છે. ડાયમંડ સિટીમાં નશાના રેકેટને રોકવા માટે સુરત પોલીસે કમર કસી છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરના માર્ગદર્શન હેઠળ સતત આ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગાંજો, ચરસ સહિતના નશાકારક ડ્રગ્સ પીવા માટે વપરાતા સ્ટીક કોબ્રા પેપર્સ બિલ વિના રાખવામાં આવતાં પાંડેસરા વિસ્તારના પાનના ગલ્લાવાળા ઉપર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સાથે જ પોલીસે ગાંજો તથા ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટીક સાથે બે આરોપીને ઝડપી પાડયાં હતાં. કલમ 41(ડી) હેઠળ બંનેની અટકાયત કરી સુરતના પાંડેસરા પોલીસના સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન બાતમીના આધારે શહેરના પાંડેસરા આશાપુરી સોસાયટી શિવ પાન સેન્ટરમાં પોલીસ પહોંચી હતી.અને ત્યાં લલનભાઈ શિવનંદન યાદવ તથા ગોવર્ધનભાઈ ગૌરાંગચરણ નાયકને ઝડપી પાડયા હતા.અને ગલ્લા માંથી તપાસ કરતા ગલ્લામાંથી કોબ્રા પેપર્સના નવ બોકસ અને રોલર બિયર પેપરનું એક બોકસ મળી આવ્યું હતુ. તેનું બિલ આ ગલ્લાવાળા પાસે નહીં મળતા પોલીસે કલમ 41(ડી) હેઠળ બંનેની અટકાયત કરી હતી.60 નંગ કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવ્યાંગલ્લાં પરથી 9 બોકસ કોબ્રા પેપર્સ મળી આવ્યાં હતા. જે એક બોકસમાં 60 નંગ કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવ્યાં હતાં. શહેરમાં પાનનો ગલ્લા ધરાવતાં દુકાનદારોને થોડાંક નફા માટે આવા પેપર્સ વેચી યુવાઓને નશા તરફ ઘકેલતાં હોય છે. પોલીસે નશાને પ્રોત્સાહિત કરતાં તત્વો સામે પેલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરાય છે. તાજેતરમાં મીડીયા દ્વારા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી આ સ્ટીકના વેચાણને લઈને પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે સીટી લાઈટ, વેસુ વી.આઈ.પી. રોડ તથા કેનાલ રોડ ઉપર આવેલી દુકાનો અને ગલ્લાં ઉપર પણ પોલીસે કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે.અલગ અલગ કુશળ ટીમો તેનાતપાંડેસરા એફ ડિવિઝનના એસીપી આર.એલ.માવાણી દ્વારા આ કાર્યવાહી અંગે જણાવવામાં આવ્યું કે, હાલમાં જે રીતે પાનના ગલ્લાની આડમાં નશીલા પદાર્થનું વેચાણ કરતાં હોય છે. ભેજાબાજ વેપારીઓ છોડો નફો રળવાની લાલચમાં એવાં નશીલા પદાર્થો વેચતાં હોય છે. ઘણી વાર આવાં નશાકારક દ્વવ્યો એવી રીતે છુપાવવામાં આવે છે કે જે પોલસીને પણ શોધવામાં ધણી મુશ્કેલી પડતી હોય છે ત્યાતે પોલીસ દ્વારા અલગ અલગ સકુશળ ટીમો તૈયાર કરાઇ છે, જે આવા ઈસમો અને વેચાણ કરતા અને નશો કરતા યુવા વર્ગો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે.