ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : સરા-ધ્રાંગધ્રા રોડ પર મોડી રાતે સર્જાયો ગોઝારો અકસ્માત, 3 નાં મોત

મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
11:54 AM Oct 01, 2025 IST | Vipul Sen
મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Surendranagar_Gujarat_first main
  1. Surendranagar નાં સરા-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માત
  2. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં ચકચાર
  3. ચિત્રોડી ગામના પુલ પાસે કાર નદીમાં ખાબકી
  4. બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

Surendranagar : સુરેન્દ્રનગરનાં સરા-ધ્રાંગધ્રા રોડ ( Sara-Dhrangadhra Road) પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ચિત્રોડી ગામનાં પુલ પાસે એક કાર નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે, બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો, ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rupal માં વરદાયિની માતાજીની પલ્લી : 5000 વર્ષ જૂની પરંપરા, લાખો ભાવિકોની હાજરી

Surendranagar માં ચિત્રોડી ગામનાં પુલ પાસે કાર નદીમાં ખાબકી, 3 નાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં (Surendranagar) મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ધ્રાંગધ્રા-સરા રોડ (Sara-Dhrangadhra Road) પર આવેલા ચિત્રોડી ગામનાં પુલ પાસે એક કાર નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનું નદીમાં ડૂબવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે બે અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જેના કારણે પરિવારજનો અને આખા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો - વાવ-થરાદ જિલ્લાના નવા SP Chintan Teraiya, ધર્મેન્દ્ર શર્માને બોટાદ SPની જવાબદારી

કારચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે થયો હતો. મૂળી તાલુકાના દાધોડીયા ગામના એક પરિવારના સભ્યો કારમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ધ્રાંગધ્રા (Dhrangadhra) હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કારચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન છે, જેના કારણે કાર રોડ પરથી ખસીને ચિત્રોડી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 5 માંથી ત્રણ વ્યક્તિઓનું ત્યાં જ મોત થયું, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી છે. ફાયર વિભાગની ટીમે કાર અને મૃતદેહોને નદીમાંથી બહાર કાઢ્યા હતા અને સ્થાનિક પોલીસની ટીમે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - મજૂર દંપતીના અપહ્યુત પુત્રને પોલીસે રાતનો ઉજાગારો કરી શોધી કાઢ્યો, નિઃસંતાન દંપતી સામે Child Kidnapping નો કેસ

 

Tags :
Chitrodi Villagefire departmentGUJARAT FIRST NEWSroad accidentSara-Dhrangadhra RoadSurendranagarSurendranagar policeTop Gujarati News
Next Article