Surendranagar : લીંબડી-ધંધુકા હાઈવે નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
- Surendranagar માં ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
- લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તલાવ પાસે અકસ્માત
- 2 લોકોનાં મોત, અન્ય 5 ને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
- અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થયો
સુરેન્દ્રનગરમાંથી (Surendranagar) ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રિક્ષા અને ટેન્કર વચ્ચે અથડામણ થતાં 2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 05 લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat : રાજકોટમાં 'વોકહાર્ટ' હોસ્પિટલ છે કે સેવન સ્ટાર હોટેલ?
ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં (Surendranagar) લીંબડી-ધંધુકા હાઈવે (Limbdi-Dhandhuka highway) નજીક ડુંગર તલાવ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ટેન્કર અને રિક્ષા એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો - રાજકોટ સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદમાં આવી? ઉંદર અને વંદા બાદ મચ્છરોનો વધ્યો ત્રાસ
અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થયો
અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ પણ ભેગી થઈ હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળ કાર્યવાહી હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતમાં રિક્ષાનાં ફુરચેફુરચા ઊડ્યા છે. જ્યારે અકસ્માત સર્જીને ટેન્કરચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર ટેન્કર ચાલકની શોધખોળ આદરી છે સાથે જ સાક્ષી અને ઇજાગ્રસ્તોનાં નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat : વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માર્ગ મોકળો