Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar: યાત્રાનો વિરોધ કરનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ

વીર સાવરકરના ટીશર્ટ પહેરવતા કોંગ્રેસે વિરોધનો કર્યો હતો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત 6 સામે ફરિયાદ કોંગ્રેસ રાષ્ટ્રિય દળના લાલજીભાઈ દેસાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ Surendranagar: ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં યુનિફોર્મ પર વીર સાવરકરના...
surendranagar  યાત્રાનો વિરોધ કરનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ
  1. વીર સાવરકરના ટીશર્ટ પહેરવતા કોંગ્રેસે વિરોધનો કર્યો હતો
  2. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત 6 સામે ફરિયાદ
  3. કોંગ્રેસ રાષ્ટ્રિય દળના લાલજીભાઈ દેસાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ

Surendranagar: ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં યુનિફોર્મ પર વીર સાવરકરના ટીશર્ટ પહેરવતા કોંગ્રેસ વિરોધનો સામે આવ્યો છે. ચોટીલા પોલીસ મથકે વિરોધ કરનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, કોંગ્રેસ રાષ્ટ્રિય દળના લાલજીભાઈ દેસાઈ સહિત 05 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો સામે નોંધાઈ ફરિયાદ છે.

Advertisement

આ પણ વાંચો: કોંગ્રેસના કાર્યકર્તાએ રોકી Tiranga Yatra! વીર સાવરકરની ટી-શર્ટ બાબતે થયો વિવાદ

Advertisement

પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

નોંધનીય છે કે, વિદ્યાર્થીઓની તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની તસ્વીર વાળા ટીશર્ટનો વિરોધ કરી ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીનુ અપમાન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. રાષ્ટ્રિય એકતાને નુકસાન પહોંચાડે તેવા કૃત્ય બદલ ગુનો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાંગાણી ખાતે વીર સાવરકરની તસ્વીર વાળા ટીશર્ટ વિદ્યાર્થીઓને પહેરાવી તિરંગા યાત્રા યોજતા કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: GSRTC: તહેવારને ધ્યાનમાં લઇ મહત્વનો નિર્ણય, 11,700 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે

Advertisement

યાત્રાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો

વિગતે વાત કરવામાં આવે તો, મહાત્મા ગાંધીની હત્યામાં વીર સાવરકરની સંડોવણી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને લાલજીભાઈ દેસાઈ સહિતનાઓએ વિરોધ કરી રોષ દાખવ્યો હતો. આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને રોષ પણ વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વીડિયોમાં નજરે પડતા નેતાઓની નથી, સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં બાળકોના ટીશર્ટ લઇ લેવા તે અતિ નિંદનીય બાબત છે. વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 (સી)(ડી), 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: ‘15 ઓગસ્ટ હું બ્લાસ્ટ કરીશ’ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન

Tags :
Advertisement

.