ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dhrangadhra: ગાડી પાર્ક કરવા બાબતે યુવકને માર્યો, પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા

દુકાને વસ્તુ લેવા આવેલા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો માર મારી આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો સીસીટીવીને આધારે પોલીસે ત્રણ શખ્સને ઝડપી લીધા Dhrangadhra: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જુની શાકમાર્કેટ વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો દ્વારા...
11:09 PM Oct 15, 2024 IST | VIMAL PRAJAPATI
દુકાને વસ્તુ લેવા આવેલા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો માર મારી આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો સીસીટીવીને આધારે પોલીસે ત્રણ શખ્સને ઝડપી લીધા Dhrangadhra: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જુની શાકમાર્કેટ વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો દ્વારા...
Dhrangadhra
  1. દુકાને વસ્તુ લેવા આવેલા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
  2. માર મારી આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો
  3. સીસીટીવીને આધારે પોલીસે ત્રણ શખ્સને ઝડપી લીધા

Dhrangadhra: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જુની શાકમાર્કેટ વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગાડી પાર્ક કરવા બાબતે યુવકને માર મારવામાં આવ્યો હતો. જોકે, અત્યારે પોલીસે મારનાર ત્રણ શખ્સોને ઝડપી પાડયા છે અને કાર્યવાહી હાથ ધરી દીધી છે. મળતી જાણકારી પ્રમાણે દુકાને વસ્તુ લેવા આવેલા યુવકને ત્રણ શખ્સોએ માર મારી આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદનું વાંચ ગામ એટલે ગુજરાતનું શિવકાશી, અહીંના ફટાકડાની ભારતભરમાં થાય છે નિકાસ

સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયામાં થયા વાયરલ

નોંધનીય છે કે, આ ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થયા છે. જો કે, ફરિયાદ મળતાની સાથે પોલીસે હાથ ધરી કાર્યવાહી દીધી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસે (Dhrangadhra City Police)એ ભોગ બનનાર યુવકની ફરિયાદ તેમજ સીસીટીવી ફુટેજને આધારે ત્રણેય શખ્શોને ઝડપી લીધા છે. પરંતુ ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો: IPS અધિકારીએ જિજ્ઞેશ મેવાણીને અપમાનીત કરીને ચેમ્બરમાંથી કાઢી મૂક્યાં! જુઓ Video

સીસીટીવીને આધારે પોલીસે ત્રણ શખ્સને ઝડપી લીધા

ધ્રાંગધ્રા (Dhrangadhra )ની જુની શાકમાર્કેટ વિસ્તારમાં આ મારામારીની ઘટના બની હતી. પરંતુ સવાલ એ થાય છે કે, શું આ લોકોને પોલીસનો કે, કાયદાનો કોઈ ડર છે કે નહીં? નાની એવી બાબતે શા માટે લોકો કાયદો હાથમાં લઈ લે છે. જો કે, અત્યારે તો ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ શખ્સો સામે કાયદાકીય પગલા ભરવામાં આવ્યાં છે. ભોગ બનનાર યુવક દુકાને વસ્તુ લેવા આવ્યો અને અહીં ઊભેલા ત્રણ શખ્સોએ તેને માર માર્યો હતો.

આ પણ વાંચો:  પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું - ‘પ્રયત્ન કરીશું’

Tags :
DhrangadhraDhrangadhra City PoliceDhrangadhra NewsGujarati NewsLatest Gujarati NewsSurendranagarSurendranagar NewsSurendranagar police
Next Article