Surendranagar: જમીન કૌભાંડમાં ED દ્વારા જિલ્લા કલેક્ટરના ઘરે 20 કલાકનું સર્ચ ઓપરેશન, 100થી વધુ ફાઈલ જપ્ત
- Surendranagar:જમીન NA કૌભાંડમાં મોટા ખુલાસા
- નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી રોકડ
- બેડરૂમમાંથી 67 લાખ રોકડા મળી આવ્યા
- ચંદ્રસિંહ મોરીને પૂછપરછ માટે દિલ્હી લઈ જવાશે
- ED ની તપાસમાં કલેક્ટર ઓફિસ કૌભાંડોનુ એપી સેન્ટર
- ACB ની FIR માં કલેક્ટર પણ સહઆરોપી
- રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી સંભાવના
Surendranagar: સુરેન્દ્રનગર અને વઢવાણના અલગ-અલગ સ્થળો પર ગાંધીનગર EDના દરોડા પડતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરમાં EDની ટીમ સુરેન્દ્રનગર ACB પોલીસે જીલ્લા ક્લેકટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જમીન NA કરાવવા સ્ક્વેર મીટરે 10 રૂ.ની લેતા લાંચ!
ઉલ્લેખનીય છે કે ધરપકડ કરવામાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા જમીનની ફાઈલ ક્લીયર કરાવવા માટે સ્ક્વેર મીટર દીઠ રૂ.10 ના ભાવથી લાંચ લેતા હોવાની કબૂલાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ નિવાસ સ્થાને થી મળી આવેલ દસ્તાવેજોમાં રુપિયા 1 કરોડની લાંચ લીધી હોવાનો પર્દાફાશ થયો છે.
મહત્વનું છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા લીધેલ લાંચમાં જીલ્લા કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને પી.એ. જયરાજસિંહ ઝાલા પણ ભાગીદાર હોવાનું સ્વીકાર્યું છે. EDની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલા પ્રિન્ટેડ શીટ મુજબ 2,61,332 સ્કેવર મીટર જમીનની ફાઈલ ક્લીયર કરવા માટે રુપિયા 26,17,320ની લાંચ લીધી હોવાનો ખુલાસો થયો છે.
View this post on Instagram
EDએ 20 કલાક હાથ ધર્યું સર્ચ ઓપરેશન(Surendranagar)
જમીનને લગતી ફાઈલોને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાને લઈ જઈ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાનું અને જમીન એન.એ.કરવાની સતા પણ નાયબ મામલતદાર પાસે હોવાનું બહાર આવ્યું છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ ખાતેના નિવાસ સ્થાને થી ઈ.ડી.ની ટીમોએ અપ્રમાણસર રોકડ રકમ રૂ.67.50 સહિત ફાઈલો કબજે કરી ધરપકડ કરી હતી. (Surendranagar) જિલ્લા કલેકટરના નિવાસ સ્થાને ઈ.ડી.ની ટીમ દ્વારા અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ 100 થી વધુ અલગ અલગ ફાઈલો કબજે કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચંદ્રસિંહ મોરીને પુછપરછ માટે દિલ્હી જવાય તેવી પણ શક્યતા છે.
સુરેન્દ્રનગર જમીન NAના કૌભાંડમાં મોટા ખુલાસા
જમીનમાં થતા ગોલમાલનો ગુજરાત ફર્સ્ટ પાસે પુરાવો
EDની તપાસમાં મળી આવેલી શીટ ગુજરાત ફર્સ્ટ પાસે
આરોપી નાયબ મામલતદારના જમીન NAના વહીવટની મળી શીટ
EDએ શીટ પરથી ACBને ગુનો નોંધવા ભલામણ કરી
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો વહીવટ આવ્યો સામે
જમીન… pic.twitter.com/d2KPXZXvjk— Gujarat First (@GujaratFirst) December 25, 2025
EDની તપાસમાં મળી આવેલી શીટ ગુજરાત ફર્સ્ટ પાસે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળો પર EDએ તપાસ હાથ ધરી હતી. ત્યારે 1500 કરોડના સ્કેમમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. જમીનમાં થતા ગોલમાલનો ગુજરાત ફર્સ્ટ પાસે પુરાવો સામે આવ્યા છે. ACB દ્વારા ચાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ક્લેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલાર્ક મયુરસિંહ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાવવામાં આવશે. જમીન ફાઈલો ઘરે લઈ જઈ કૌભાંડ કર્યાનો ખુલાસો કર્યો છે. નાયબ મામલતદારના ઘરેથી 1 કરોડની લાંચના પુરાવા મળ્યા છે. ત્યારે જમીનની ફાઈલ ક્લિયર કરવા 26 લાખની લાંચ લીધાનો ખુલાસો થયો છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરવામાં આવી.
આ પણ વાંચો- અરવલ્લીમાં માઇનિંગ પર કેન્દ્રનો મોટો નિર્ણય: નવી લીઝ આપવા પર મુકાયો સંપૂર્ણ પ્રતિબંધ


