Surendranagar: IAS રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ સરકારની મોટી કાર્યવાહી, શું થશે આગળ?
- 1500 કરોડના કૌભાંડમાં થઈ શકે છે મોટી કાર્યવાહી
- સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે થઈ શકે છે કાર્યવાહી
- IAS ડૉ.રાજેન્દ્ર પટેલ પર સસ્પેન્શનની લટકતી તલવાર
- પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની EDએ કરી છે ધરપકડ
- ધરપકડ થતા રાજેન્દ્ર પટેલ સામે થશે સસ્પેન્શનની કાર્યવાહી
- રાજ્ય સરકાર પૂર્વ કલેક્ટર સામે કરશે સસ્પેન્શનની કાર્યવાહી
- સામાન્ય વહીવટ વિભાગ ધરપકડના રિપોર્ટ પર કરશે કાર્યવાહી
- EDના રિપોર્ટના આધારે કરવામાં આવશે કાર્યવાહી
Surendranagar: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના આરોપોમાં તપાસ તેજ બની છે. ત્યારે હવે 1500 કરોડના કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. IAS ડૉ.રાજેન્દ્ર પટેલ પર સસ્પેન્શનની લટકતી તલવાર છે.
પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની EDએ કરી છે ધરપકડ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના બિનખેતી (NA) કન્વર્ઝનને લગતા આશરે 1500 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS અધિકારી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની 2 જાન્યુઆરીએ ધરપકડ કરી છે.
Surendranagar ના પૂર્વ કલેક્ટર સામે થઈ શકે છે કાર્યવાહી | Gujarat First @dir_ed #EDAction #LandScam #EnforcementDirectorate #BigScam #CourtOrder #AhmedabadCourt #Corruption #Update #GujaratFirst pic.twitter.com/7455ami7yh
— Gujarat First (@GujaratFirst) January 3, 2026
EDની તપાસમાં શું ખુલ્યું?
EDની તપાસમાં ખુલ્યું છે કે લાંચના 50 ટકા હિસ્સો તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને જતો હતો, જ્યારે બાકીનો હિસ્સો અન્ય અધિકારીઓમાં વહેંચાતો હતો. કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા લાંચના હિસાબ રાખતા હતા અને તેને પહોંચાડતા હતા. તપાસમાં વૉટ્સએપ ચેટ, સ્પ્રેડશીટ અને હિસાબની શીટ્સ મળી આવી છે, જેમાં 800થી વધુ અરજીઓનો ઉલ્લેખ છે અને આશરે 10 કરોડથી વધુની લાંચની રકમનો ઉલ્લેખ છે.
IAS ડૉ.રાજેન્દ્ર પટેલ પર સસ્પેન્શનની લટકતી તલવાર
હવે ધરપકડ બાદ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા પટેલ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે EDના રિપોર્ટ અને આરોપોના આધારે આ પગલું ભરવું જરૂરી બનશે.આ કેસે ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે અને વધુ મોટા ખુલાસાઓની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Surendranagar ED Case | IAS ડૉ.રાજેન્દ્ર પટેલ પર સસ્પેન્શનની લટકતી તલવાર | Gujarat First
1500 કરોડના કૌભાંડમાં થઈ શકે છે મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે થઈ શકે છે કાર્યવાહી
IAS ડૉ.રાજેન્દ્ર પટેલ પર સસ્પેન્શનની લટકતી તલવાર
પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની EDએ… pic.twitter.com/4NmMWTik85— Gujarat First (@GujaratFirst) January 3, 2026
આ પણ વાંચો: સુરેન્દ્રનગર કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો: લાંચના 50% કલેક્ટરને, PA અને મોરીએ સ્વીકાર્યું


