Surendranagar : પાટડી સરકારી હોસ્પિટલ Video વિવાદમાં તપાસનાં આદેશ
- Surendranagar નાં પાટડીની સરકારી હોસ્પિટલમાં વિવાદનો મામલો
- પોલીસકર્મી દર્દીના સગાને લાફા મરતો હોવાનો વીડિયો થયો હતો વાઇરલ
- વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસવડાએ આપ્યા તપાસનાં આદેશ
- ધ્રાંગધ્રા DYSP જે.ડી. પુરોહિતને સમગ્ર મામલે સોંપવામાં આવી છે તપાસ
સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar) પાટડીમાં આવેલ સરકારી હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં મૃતક દર્દીનાં સગાને કેટલાક પોલીસકર્મી લાફા મારતા નજરે પડે છે. આ વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસવડાએ તપાસનાં આદેશ આપ્યા છે. આરોપ અનુસાર, દર્દીનાં સગાએ હોસ્પિટલનાં સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી, જે બાદ પોલીસની ટીમ પહોંચી હતી અને દર્દીનાં સગા અને પોલીસકર્મીઓ વચ્ચે પણ મામલો બિચક્યો હતો. દરમિયાન, પોલીસકર્મીઓ દર્દીનાં સગાને લાફા માર્યા હતા. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ (Gujarat First News) વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Corona in Gujarat : રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું! અત્યાર સુધીમાં 461 એક્ટિવ કેસ નોંધાયા
પોલીસકર્મી દર્દીના સગાને લાફા મરતો હોવાનો વીડિયો થયો હતો વાઇરલ
આરોપ અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીની (Patdi) સરકારી હોસ્પિટલમાં શિક્ષક રાજેન્દ્રભાઈ જાદવ સારવાર હેઠળ હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મૃત્યું થતાં તેમનાં સગાઓએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. જે બાદ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ત્યાર બાદ મૃતક દર્દીના સગાઓ અને પોલીસકર્મીઓ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. દરમિયાન, પોલીસ કર્મચારી તેમ જ PI બી.સી. છત્રાલીયાએ હંગામો મચાવનાર યુવકને લાફા ઝીંક્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
Surendranagar વાયરલ વીડિયો...કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી થશે...
સુરેન્દ્રનગર પાટડી સરકારી હોસ્પિટલનો વાયરલ વિડીયો
ઘટનાને લઈ સુરેન્દ્રનગર ડેપ્યુટી આઈ.જી ડો. ગીરીશકુમાર પંડ્યાએ તપાસ બાદ કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની આપી બાહેંધરી
ધ્રાંગધ્રા DY.SP જે. ડી.પુરોહિતને સમગ્ર બનાવ અંગે… pic.twitter.com/WwQ6e8WptG— Gujarat First (@GujaratFirst) June 3, 2025
આ પણ વાંચો - Kutch Sindoor Van : અમદાવાદ બાદ ભુજમાં બનશે 'સિંદૂર વન', એક હેક્ટરમાં 10 હજાર છોડ રોપાશે
વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસવડાએ આપ્યા તપાસનાં આદેશ
આરોપ છે કે, સરકારી હોસ્પિટલમાં (Government Hospital Video) હંગામો મચાવનાર યુવક પીધેલી હાલતમાં હતો, જે મામલે તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાનો વીડિયો સામે આવતા જિલ્લા પોલીસવડાએ તપાસનાં આદેશ આપ્યા છે અને ધ્રાંગધ્રા DYSP જે.ડી. પુરોહિતને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ સમગ્ર મુદ્દે ટીમ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત, હડમતાળાનાં 23 વર્ષીય યુવકનું મોત