Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: સાયલાના મદારગઢમાંથી કાળા પથ્થરોનું ખનન ઝડપાયું, 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મદારગઢ વિસ્તારમાં રાતોરાત કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતા અસામાજિક તત્વો સામે એલસીબી પોલીસે એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગણતરીની મિનિટોમાં સ્થળ પરથી 2 કરોડ રૂપિયાની કિંમતના હિટાચી મશીનો અને ડમ્પરો જપ્ત થતાંની સાથે જ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
surendranagar  સાયલાના મદારગઢમાંથી કાળા પથ્થરોનું ખનન ઝડપાયું  2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
Advertisement

Sayla Black Stone Illegal Mining: સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ચાલતી ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ કમર કસી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કડક બનાવવાના ભાગરૂપે એલસીબીની ટીમે સાયલા તાલુકાના મદારગઢ (Madargarh) ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદે કાળા પથ્થરોના ખનન (Illegal Mining) ના મસમોટા નેટવર્ક પર ત્રાટકીને કરોડો રૂપિયાની કિંમતી સાધન-સામગ્રી જપ્ત કરી છે. પોલીસની આ ઓચિંતી રેડથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×