ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા, અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા

ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. કૈલાશ કોમ્પલેક્ષના વેપારીઓ સફાઈ બાબતે રોડ પર ઉતર્યા હતા ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોએ પત્રકારોને કવરેજ કરતા રોક્યા હતા. આ હરકત જોઈને લોકોમાં રોષની લાગણી છે....
04:36 PM Feb 17, 2024 IST | Harsh Bhatt
ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. કૈલાશ કોમ્પલેક્ષના વેપારીઓ સફાઈ બાબતે રોડ પર ઉતર્યા હતા ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોએ પત્રકારોને કવરેજ કરતા રોક્યા હતા. આ હરકત જોઈને લોકોમાં રોષની લાગણી છે....

ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. કૈલાશ કોમ્પલેક્ષના વેપારીઓ સફાઈ બાબતે રોડ પર ઉતર્યા હતા ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોએ પત્રકારોને કવરેજ કરતા રોક્યા હતા. આ હરકત જોઈને લોકોમાં રોષની લાગણી છે. ભાજપ શાસકો યોગ્ય સફાઈ કરાવવાને બદલે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં વ્યસ્ત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું "સ્વચ્છ અભિયાન" નિષ્ફળ ગયું

ગોંડલ નગરપાલિકાના ભાજપ શાસકોની કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું "સ્વચ્છ અભિયાન" નિષ્ફળ ગયું છે. ગોંડલમાં કચરા અને ગંદકીની સમસ્યા વધી છે. ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ આપ્યા પછી હાલાકી વધી છે. છેલ્લા 10 દિવસથી રોડ રસ્તા સફાઈ અને કચરો ભરવા આવતા નથી. ગાડી આવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી. નગરપાલિકા પ્રમુખ મનીષ ચનીયારા અને વોર્ડ નંબર 6 ના સદસ્ય મનીષ રૈયાણી દ્વારા સોમવારથી સફાઈ ચાલુ થશે એવી ખાતરી આપી છે. સોમવારેથી રોડ સફાઈ માટે કોઈ નહીં આવે અને કચરો ભરવા માટે વાહનો નહિ આવે તો નગર પાલિકાએ ધરણાં કરવાની વેપારીઓ એ ચીમકી ઉચ્ચારી છે. ગોંડલમાં સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે.

કૈલાશ કોમ્પ્લેક્સમાં એક અઠવાડિયાથી સફાઈ માટે કોઈ ડોકયુ નથી

ગુંદાળા પેટ્રોલ પંપ પાસે કૈલાશ કોમ્પ્લેક્સના વેપારી સફાઈ બાબતે રસ્તા પર ઉતર્યા છે. સમીર કનેરિયાએ જણાવ્યું કે અમારા કોમ્પલેક્ષમાં છેલ્લા એક અઠવાડિયાથી કોઈ સફાઈ થઈ નથી. સફાઈ અંગે અમે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને રજૂઆત કરી છે. નગરપાલિકાએ નવો કોન્ટ્રાક્ટર બદલ્યો ત્યારથી અહીં વાળવા માટે કોઈ આવ્યું નથી. કોમ્પ્લેક્સ માં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો ગંદકીને કારણે પરેશાન થાય છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો -- SUCCESS : NIDJAM 2024 માં પાટણની કિંજલ ઠાકોરે ગોલ્ડ મેડલ જીત્યો

 

 

Tags :
gandkiGondalGujaratLOCAL ISSUESSWACCHTA ABHIYAN
Next Article