ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'Swachhta Hi Seva Abhiyan'- દરેક નાગરિક સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો

વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યોના હસ્તે 'સ્વચ્છતા હી સેવા અભિયાન ૩.૦'ના શ્રીગણેશ
02:04 PM Mar 11, 2025 IST | Kanu Jani
વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યોના હસ્તે 'સ્વચ્છતા હી સેવા અભિયાન ૩.૦'ના શ્રીગણેશ

Swachhta Hi Seva Abhiyan-આજે ધારાસભ્ય સદસ્ય નિવાસસ્થાન ગાંધીનગર ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યોએ સાથે મળી 'સ્વચ્છતા હી સેવા અભિયાન ૩.૦' શરૂ કર્યું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા હી સેવાના મંત્રને સાર્થક કરતાં શ્રમદાન કરી સદસ્ય નિવાસ પરિસરની સ્વચ્છતા કરી હતી. જે બાદ સદસ્ય નિવાસમાં સફાઈ કામગીરી કરતી બહેનો સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankerbhai Chaudhari)જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)એ મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત મિશનને સ્વચ્છતા અભિયાન સાથે જોડી દેશને સ્વચ્છ બનાવવા માટેની પહેલ કરી છે. તેમણે શરૂ કરેલા અભિયાન અંતર્ગત આજે દેશના દરેક જાહેર સ્થળોએ સ્વચ્છતા જોઈ શકાય છે. દેશનો દરેક નાગરિક આજે સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો છે. જે અભિયાનના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે સદસ્ય નિવાસમાં સાથી ધારાસભ્યો સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છતા સ્વભાવ બને, સ્વચ્છતા જીવનશૈલી બને તે માટે દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો સફળ થયા છે. જેને આગળ ધપાવવા તેમજ સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણ માટેની આ સહિયારી પહેલ છે.

વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી(Shankerbhai Chaudhari)એ ધારાસભ્ય નિવાસ સ્થાન ખાતે અન્ય ધારાસભ્યોશ્રીઓ સાથે મળીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો. સદસ્ય નિવાસની સફાઈની કામગીરી કરનાર મહિલા સફાઈકર્મીઓના કામને બિરદાવ્યું હતું.

આ પણ વાંચો-રાજ્યમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!

Tags :
pm narendra modiShankerbhai ChaudhariSwachhta Hi Seva Abhiyan
Next Article