ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Swaminarayan Book Controversy : તમારી લીટી લાંબી કરવા બીજાની ટુંકી ના કરો : મહંત ભાવેશ્વરી માં

દ્વારકા હોટેલ એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એસોસિએશનનાં હોદ્દેદારોએ મંદિર પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
12:32 AM Mar 23, 2025 IST | Vipul Sen
દ્વારકા હોટેલ એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એસોસિએશનનાં હોદ્દેદારોએ મંદિર પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
Swaminarayan_Gujarat_first
  1. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક પુસ્તકને લઈ વિવાદ (Morbi)
  2. વિવાદ મુદ્દે રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું નિવેદન
  3. 'તમારી લીટી લાંબી કરવા બીજાની ટુંકી ના કરો'
  4. સ્વામીનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે : મહંત ભાવેશ્વરી માં
  5. વિવાદિત ટિપ્પણીને લઈ દ્વારકા હોટેલ એસો. માં રોષ

Swaminarayan Book Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect.) વધુ એક પુસ્તકને લઈ ભારે વિવાદ સર્જાયો છે. હિન્દુ દેવી-દેવતા અંગે વિવાદાસ્પદ લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે મોરબીમાં રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું (Mahant Bhaveshwari Maa) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો. સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે, સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ. બીજી તરફ આ મામલે દ્વારકા હોટેલ એસોસિએશનમાં (Dwarka Hotel Association) પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Tapi : મોરારી બાપુએ વ્યક્ત કરી ચિંતા, જાણો ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ શું કહ્યું ?

સ્વામીનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે : મહંત ભાવેશ્વરી માં

વડતાલ (Vadtal) સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદનાં વમળમાં આવ્યો છે. સંપ્રદાયનાં વધુ એક પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતા અંગે વિવાદાસ્પદ લખાણ લખી સનાતન ધર્મને (Sanatan Dharma) અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી હોવાનાં આરોપ થયા છે. 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો' નાં પુસ્તકમાં 33 નંબરનાં પાનાં પર દ્વારકામાં ( Dwarka) ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો ઉલ્લેખ કરાયો છે. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ (Swaminarayan Book Controversy) મુદ્દે હવે મોરબીમાં રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો. સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે. સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ.

આ પણ વાંચો - Rajkot : દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં, માલધારી સમાજમાં રોષ

વિવાદિત લખાણને લઈ દ્વારકા હોટેલ એસો. માં પણ ભારે રોષ

બીજી તરફ આ મામલે દ્વારકા હોટેલ એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોટેલ એસોસિએશનનાં (Dwarka Hotel Association) હોદ્દેદારોએ મંદિર પહોંચી સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. હોટેલ એસોસિએશનનાં સભ્યો અને હોદ્દેદારોએ એક અવાજે સમગ્ર ઘટના અંગે રોષ ઠાલવ્યો હતો અને સ્વામિનારાયણ સંતો દ્વારા પુસ્તકોને પરત ખેંચી લેવામાં આવે તેમ જ દ્વારકા જઈ માફી માંગવામાં આવે તેવી માગ કરાઈ હતી.

આ પણ વાંચો - Kheda : પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીના પક્ષનાં જ અગ્રણી ચંદ્રેશ પટેલ પર ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો?

Tags :
DwarkaDwarka Hotel AssociationGUJARAT FIRST NEWSMahant Bhaveshwari MaamorbiRamdhan AshramSANATAN DHARMASwaminarayan sectTop Gujarati NewsVadtal Swaminarayan Sect
Next Article