ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RAJKOT અને SURAT માં તંત્રની કામગીરી યથાવત, સુરતમાં 7 દિવસમાં જ 739 મિલકતો સીલ

રાજકોટમાં ( RAJKOT ) અગ્નિકાંડની ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સૂરમાં આરોપીઓને સજા થાય તેની માંગ કરી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ હવે તંત્ર અચાનક...
09:02 AM Jun 01, 2024 IST | Harsh Bhatt
રાજકોટમાં ( RAJKOT ) અગ્નિકાંડની ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સૂરમાં આરોપીઓને સજા થાય તેની માંગ કરી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ હવે તંત્ર અચાનક...

રાજકોટમાં ( RAJKOT ) અગ્નિકાંડની ઘટના બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સૂરમાં આરોપીઓને સજા થાય તેની માંગ કરી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ હવે તંત્ર અચાનક સફાળું જાગ્યું છે અને એક્શનમાં આવ્યું છે. રાજકોટની ( RAJKOT ) ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાયા છે. હવે દરેક જિલ્લાની પોલીસ પોતાના વિસ્તારમાં પણ આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખી રહી છે. રાજકોટમાં ( RAJKOT ) તંત્રની દોડધામ દેખાતી થઈ છે. રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા વધુ 31 મિલકતો સીલ કરવામાં આવી છે.  સુરત, અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરમાં પણ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે.

રાજકોટ અને સુરતમાં તંત્રની કામગીરી 

રાજકોટમાં તંત્ર દ્વારા વધુ 31 મિલકતો સીલ કરવામાં આવી છે. આ 31 મિલકતોમાં અનેક શાળાઓનો સમાવેશ થાય છે અને વધુમાં ખાનગી ક્લાસિસ પણ સિલ કરવામાં આવ્યા છે. વધુમાં આજે મનપા 18 વોર્ડમાં તપાસ હાથ ધરવાની છે. રાજકોટ શિવાય સુરતમાં પણ તંત્ર સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતમાં પણ તંત્ર દ્વારા 7 દિવસમાં જ 739 મિલ્કતોને સીલ કરી છે. જેમાં 537 મિલ્કતો બીયુસી વિના અને 175 મિલ્કતો ફાયર એનોસી વિનાની છે. આ મિલકતોમાં 29 ગેમઝોન, 27 સોનેમાગૃહ, 71 રેસ્ટોરન્ટ , 130 માર્કેટ કોમર્શિયલ, અને 134 ટેમ્પરરી સ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. પાલિકા પ્રશાસનની કલેક્ટર અને પોલીસ તંત્ર સાથેની સંયુક્ત કામગીરીને કારણે શહેરભરમાં હલચલ જોવા મળી રહી છે. હવે મોલ, રેસ્ટોરાંથી માંડીને હોસ્પિટલ, શાળા, કલાસિસ બંધ કરી દેવાતા અન્ય સંસ્થાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : AHMEDABAD : નિકોલના વેપારી સાથે ઠગ દંપતિએ કરી 37.28 લાખની ઠગાઇ, જાણો સમગ્ર મામલો

Tags :
ActionFIRE SECURITYGujarat NewsRAJKOTRAJKOT AND SURATRajkot fireRajkot fire incidentRAJKOT MANPARajkot TRP GameZoneSealSuratSURAT MANPA
Next Article