Tapi : ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક ઝડપાયો, 1ને વોન્ટેડ જાહેર કરાયો
- Tapi માં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરનાર ઝડપાયો
- વ્યારા પોલીસે ઢોંગી તાંત્રિક પરબત બારાઈની કરી ધરપકડ
- તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની આપી હતી લાલચ
Tapi : ભારતમાં ધર્મના નામે ધતિંગ કરીને ખીસ્સા ભરતા સખ્શોનો તોટો નથી. અવાર નવાર ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરતા ગુનેગારોને પોલીસ ઝબ્બે કરતી રહે છે. આવો જ એક કિસ્સો તાપીના વ્યારામાં બન્યો છે. આ કિસ્સામાં રુપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને ઢોંગી તાંત્રિકે છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલે વ્યારા પોલીસ (Vyara Police) એ આરોપી તાંત્રિક પરબત બારાઈની ધરપકડ કરી છે અને હર્ષદ બાપુ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
સમગ્ર ઘટનાક્રમ
ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાના નામે ભલા ભોળા લોકોને ઠગતા ગુનેગારો જ્યાંને ત્યાં જોવા મળે છે. અગણિત ઢોંગી તાંત્રિકો રોજે રોજ ભકતોને લૂંટતા હોય છે. આવી જ એક ઘટના તાપીના વ્યારામાં ઘટી છે. જેમાં ઢોંગી તાંત્રિકે ફરિયાદીને રૂપિયા ડબલ કરવાની લાલચ (Money Doubling Scam) આપી હતી. આ તાંત્રિકે ફરિયાદીને એક અવાવર ખેતરમાં બોલાવીને વિધિ કરવાના બહાને તેની પાસેથી 5 લાખ રુપિયા પડાવી પણ લીધા હતા. તેથી વ્યારાના કપડવણ ગામના ફરિયાદીએ આરોપી તાંત્રિક પરબત બારાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચોઃ MNREGA Scheme Scam : 'હું કોઈ ભાગેડું નથી, મારા પર ખોટા આક્ષેપો થાય છે' : બચુભાઇ ખાબડ
1 આરોપીને વોન્ટેડ જાહેર કરાયો
વ્યારાના કપડવણ ગામના ફરિયાદીએ કરેલ ફરિયાદના આધારે પોલીસે આરોપી એવા ઢોંગી તાંત્રિક પરબત બારાઈની ધરપકડ કરી લીધી છે. પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીએ ફરિયાદીને રુપિયા ડબલ કરવાની લાલચ આપી હતી. આ કામ માટે આરોપી પરબત બારાઈએ ફરિયાદીને એક અવાવર ખેતરમાં બોલાવ્યો હતો. આ ખેતરમાં તાંત્રિક વિધિના નામે આરોપીએ ફરિયાદી પાસેથી 5 લાખ રુપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર બનાવની ફરિયાદ વ્યારા પોલીસ સ્ટેશન (Vyara police Station) માં કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપી એવા ઢોંગી તાંત્રિક પરબત બારાઈને દબોચી લીધો છે. જો કે આરોપીનો સાથીદાર અને આ ગુનામાં બરાબરનો ભાગીદાર એવો હર્ષદ બાપુ નામનો વધુ એક આરોપી પોલીસની પહોંચથી દૂર છે. વ્યારા પોલીસે આ પહોંચથી દૂર રહેલા આરોપી હર્ષદ બાપુને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ પણ વાંચોઃ Covid-19 : મહેસાણાના કડીમાં કોરોનાનો 1 કેસ નોંધાયો, 51 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો