Tapi : સામાન્ય બોલાચાલીનો કરૂણ અંત, ખીલી ઠોકવા જેવી બાબતે લોહિયાળ ખેલ!
તાપીમાં નજીવી બાબતે લોહિયાળ ખેલ! કપુરા ગામે દોરી બાંધવા અને ખીલી ઠોકવા જેવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો કરૂણ અંત આવ્યો. જૂની અદાવતના ખારને લઈને થયેલા કથિત હુમલામાં યુવકનું મોત થયું છે, જ્યારે પોલીસે આરોપી પાડોશીની ધરપકડ કરી છે.
Advertisement
તાપીના કપુરા ગામે સામાન્ય બોલાચાલીએ કરૂણ વળાંક લીધો છે. દોરી બાંધવા અને ખીલી ઠોકવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો. જૂની અદાવતનો ખાર રાખીને મહેન્દ્ર ચૌધરીએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર ઇજાઓના પગલે યુવકનું મોત થયું હતું. પોલીસે આરોપી પાડોશી મહેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

