Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TAPI : મોરારી બાપુની કથામાં હર્ષ સંઘવીએ કહ્યું, 'ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે'

TAPI : ફ્રી શિક્ષણના નામે ધર્મ પરિવર્તનનો ખેલ, ધર્મગુરૂઓ મફતમાં ભણાવે છે. બાળકોને સેલવાસ અને દમણની શાળાઓમાં લઇ જવાય છે. - બાપુ
tapi   મોરારી બાપુની કથામાં હર્ષ સંઘવીએ કહ્યું   ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે
Advertisement

TAPI : હાલ તાપી જિલ્લાના સોનગઢ ગુણસદા ગામે વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. (MORARI BAPU RAMKATHA AT TAPI) જેમાં આશિર્વાદ મેળવવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી પહોંચ્યા હતા. મોરારી બાપુ દ્વારા આદિવાસી પંથકમાં અમુક તત્વો દ્વારા ફોસલાવીને ધર્મપરિવર્તના ખોટા રસ્તે લઇ જતા હોવાનું વ્યાસ પીઠ પરથી જણાવ્યું હતું. (MORARI BAPU RAISE ISSUE OF RELIGIOUS CONVERSION - TAPI) ધર્મપરિવર્તનની ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ સાફ શબ્દોમાં જણાવી દીધું કે, આદિવાસી ભાઇબહેનોને ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે. ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે. (HOME MINISTER OF GUJARAT, HARSH SANGHAVI ASSURES STRICT ACTION AGAINST RELIGIOUS CONVERSION MATTER)

ફ્રી શિક્ષણના નામે ધર્મ પરિવર્તનનો ખેલ

તાપીના સોનગઢમાં રામકથા દરમિયાન વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુ દ્વારા પંથકનો ચિંતાજનક મામલો ઉઠાવવામાં આવ્યો છે. મોરારી બાપુએ કહ્યું કે. ફ્રી શિક્ષણના નામે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલે છે. વટાળ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત ધર્મગુરૂઓ મફતમાં ભણાવે છે. બાળકોને સેલવાસ અને દમણની શાળાઓમાં લઇ જવામાં આવે છે. આ સાથે જ મોરારી બાપુ દ્વારા સરકારી શાળાની સ્થિતી સારી ના હોવાની પણ મહત્વપૂર્ણ ટકોર કરી હતી.

Advertisement

ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવાનું કહી શકો

રામકથામાં મોરારી બાપુના આશિર્વાદ લેવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી તથા પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલ અને ભાજપ પ્રમુખ આવી પહોંચ્યા હતા. મોરારીબાપુએ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને કહ્યું કે, તમે ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવાનું કહી શકો છો. કદાચ હર્ષભાઈ આપણે મોડા નહી પડીએ એવું લાગે છે.

Advertisement

સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવશે

આ તકે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, આદિવાસી ભાઇબહેનોને ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે. ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે. આદિવાસી ભાઇબહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે.

આ પણ વાંચો --- Gondal : રાજકુમાર જાટના મોતને લઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×