Surat: ખોટા નામથી પેમ્પલેટ બનાવી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારા શિક્ષકની ધરપકડ
- આરોપીની લીંબાયત પોલીસે કરી ધરપકડ
- સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકની પોલીસે કરી ધરપકડ
- કોચિંગ ક્લાસીસના નામે પેમ્પલેટ બનાવી વાયરલ કરી હતી
Surat: સુરતના લીંબાયત વિસ્તારમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવતી ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. સુલેમાન ચાંદ શેખ નામના આ શિક્ષકે "સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસ" નામથી ખોટા પેમ્પલેટ બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરાવ્યા હતાં. આ પેમ્પલેટમાં ધર્મ વિશે અનેક પ્રક્ષિપ્ત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આવી જાહેરાતનો કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ શકે છે.
આ પણ વાંચો: બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની SOG એ ધરપકડ
વાયરલ પેમ્પલેટમાં વૈમનસ્ય ફેલાય તેવી જાહેરાત કરી હતી
વાયરલ થયેલા પેમ્પલેટમાં મુસ્લિમ વિરોધી સંગઠનોના વિરોધમાં ટિપ્પણીઓ કરાવવાનો અને હિન્દુ સંગઠનોને જડળથી ઉખાડવાની સલાહ આપવામાં આવી હતી. આ સાથે સાથે મહિલાઓને હિન્દુ સંગઠનોના છોકરાઓથી દૂર રહીને આદમ સેનામાં જોડાવા માટેની સલાહ પણ આપવામાં આવી હતી. આ પ્રકારના પેમ્પલેટને ફેલાવવાનો હેતુ હિંદુ ધર્મને ટાર્કેટ કરવાનો હોઈ શકે છે. કારણ કે, આ પેમ્પલેટમાં અનેક એવા લખાણો લખવામાં આવેલા હતાં. જો કે, અત્યારે પોલીસે સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો: ઇસ્કોન પ્લેનિયમમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત! 23 સ્થાનિકોને એડમિટ કરાયા
પોલીસએ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી
આ પ્રકારના પેમ્પલેટોનો ઉપયોગ સમાજમાં ખોટી રીતે લોકો ભડકાવવા માટે કાફી છે. સમાજમાં કોમી એકતા માટે આ ફેલાવટનો ગંભીર વિઘ્નકારક પ્રભાવ પડી શકે છે, તેથી પોલીસ એ ગંભીરતાથી નોંધ લેતા ગુનો દાખલ કરીને સુલેમાન ચાંદ શેખની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ કેસની ગંભીરતા આધારે કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: VADODARA : 5 હજાર ઘરોના ડ્રેનેજના પાણીનો નદીમાં નિકાલ, વિશ્વિમિત્રી શુદ્ધિકરણની વાતો હવામાં