ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BZ Group Scam : સરકારી શિક્ષકે એજન્ટ બની 1300 લોકોનાં 70 કરોડનું રોકાણ કરાવ્યું

CID ક્રાઇમ SP એ જણાવ્યું કે, આરોપી વિનોદ પટેલને રૂપિયા 1 કરોડનું કમિશન મળ્યું હતું.
06:29 PM Jan 23, 2025 IST | Vipul Sen
CID ક્રાઇમ SP એ જણાવ્યું કે, આરોપી વિનોદ પટેલને રૂપિયા 1 કરોડનું કમિશન મળ્યું હતું.
BZ_Gujarat_first
  1. BZ Group Scam કેસમાં વધુ એકની ધરપકડ
  2. CID ક્રાઇમે વિનોદ પટેલ નામનાં શિક્ષકની ધરપકડ કરી
  3. CID ક્રાઇમે આરોપી વિનોદ પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો
  4. આરોપી વિનોદ પટેલ શિક્ષક હોવાની સાથે BZ માં એજન્ટ હોવાનો આરોપ

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી હજારો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસમાં વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઇમે અરવલ્લીમાંથી (Aravalli) વિનોદ પટેલ (V D Patel) નામનાં સરકારી શિક્ષકની ધરપકડ કરી છે. CID ક્રાઇમ આરોપી વિનોદ પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરશે. આરોપી મેઘરજની ભેમપુરા-2 શાળામાં શિક્ષક હોવાની સાથે BZ ગ્રૂપમાં એજન્ટ બની 1300 લોકો જોડે રૂ. 70 કરોડનું રોકાણ કરાવ્યું હોવાનું CID ક્રાઇમે જણાવ્યું છે.

BZ Group Scam કેસમાં સરકારી શિક્ષકની ધરપકડ

રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપી પોંઝી સ્કીમોમાં (Ponzi Scheme) રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માહિતી અનુસાર, આ કેસમાં CID ક્રાઇમે (CID Crime) વધુ એક શખ્સની ધરપકડ કરી છે. CID ક્રાઇમે વિનોદ પટેલ (V D Patel) નામનાં સરકારી શિક્ષકની ધરપકડ કરી છે. ગાંધીનગર CID ની ટીમે અરવલ્લીમાંથી શિક્ષકને શાળામાંથી જ ઉઠાવી લીધા હતા. શાળામાં રિશેષ પડી અને CID ની ટીમે ધરપકડ કરી હતી. વિનોદ પટેલને CID ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યો છે. સમગ્ર કેસમાં વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માગ કરાશે. આરોપી વિનોદ પટેલ મેઘરજની ભેમપુરા-2 શાળામાં શિક્ષક હોવાની સાથે BZ માં એજન્ટ બની લોકોને વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવતો હતો.

આ પણ વાંચો - Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે

1300 લોકો જોડે 70 કરોડનું રોકાણ કરાવ્યું

આરોપી વિનોદ પટેલ મામલે CID ક્રાઇમ SP નું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, BZ કૌભાંડ મામલે સતત તપાસ ચાલુ છે. હાલ, એજન્ટોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હવે અમે વિનોદ પટેલની ધરપકડ કરી છે. વિનોદ પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. 1300 લોકો જોડે તેણે રૂ. 70 કરોડનું રોકાણ કરાવ્યું હતું. આરોપી વિનોદ પટેલને રૂપિયા 1 કરોડનું કમિશન મળ્યું હતું. આરોપી શિક્ષકો પાસેથી રોકાણ કરાવતો હોવાનું માલૂમ થયું છે.

આ પણ વાંચો - Rajkot : ચકચારી ઘટના! લોકોના જીવ બચાવનાર તબીબે ટુંકાવ્યું જીવન!

અગાઉ CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં મળવ્યા હતા રિમાન્ડ

જણાવી દઈએ કે, અગાઉ આ કેસમાં BZ ગ્રૂપનાં માલિક અને માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) મહેસાણા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાંથી CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ CID ક્રાઇમે આરોપીનાં રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ વધુ તપાસ માટે બે દિવસ પહેલા CID ક્રાઇમે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, CID ક્રાઇમે કોર્ટમાં 10 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. પરંતુ, કોર્ટે 24 જાન્યુઆરીએ 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજ્ય સરકારે GPID એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો - Big Breaking : GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર! ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર

Tags :
Ahmedabad Rural Sessions CourtAravalliBhupendrasinh zalaBreaking News In GujaratiBZ GROUP ScamCID CrimeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPonzi SchemeRural Sessions CourtSabarkantha
Next Article