ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Palitana: અંકુર વિદ્યાલયની શિક્ષિકા અને વિધાર્થિનીઓએ PM મોદીને રક્ષાસૂત્ર મોકલ્યા

પાલિતાણા શહેરની અંકુર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનો દ્વારા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી માટે રક્ષાસૂત્ર મોકલી
09:36 PM Aug 06, 2025 IST | Mustak Malek
પાલિતાણા શહેરની અંકુર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનો દ્વારા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી માટે રક્ષાસૂત્ર મોકલી
Palitana:

 Palitana:  રક્ષાબંધનએ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનો તહેવાર છે. હાલમાં દેશમાં રક્ષાબંધનના પર્વને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં પાલિતાણા શહેરની અંકુર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનો દ્વારા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી માટે રક્ષાસૂત્ર મોકલી એક અનોખી અને ભાવનાત્મક પહેલ કરવામાં આવી છે.

 Palitana:  નોંધનીય છે કે અંકુર વિદ્યાલયે દેશભક્તિ, સંસ્કાર અને ભારતીય પરંપરાને લઇને કાર્યક્રમ યોજ્યો. વિદ્યાર્થીનીઓએ પોતાના હાથોથી સુંદર રક્ષાસૂત્રો તૈયાર કર્યા હતા અને તેમના સાથે સ્વવિચારો સાથે સંદેશલેખન પણ જોડ્યું હતું. દરેક રક્ષાસૂત્ર સાથે એક અભિનંદન પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં દેશપ્રેમ, નારીશક્તિ અને વડાપ્રધાન પ્રત્યેનો ગૌરવ દર્શાવવામાં આવ્યો છે. શાળામાં , “અમે વિદ્યાર્થીઓમાં દેશની સેવા અને સન્માનની ભાવના જગાવવા માટે આવી પ્રવૃતિઓ યોજીએ છીએ. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેન વચ્ચેનું નહીં, પણ રક્ષા અને પ્રેમનું પ્રતિક છે. અમે વડાપ્રધાનને દેશના રક્ષક સ્વરૂપે માનીને તેમને રક્ષાસૂત્ર મોકલવાનું નક્કી કર્યું.”

વિદ્યાર્થીનીઓ માટે આ પ્રસંગ ખૂબ ઉત્સાહજનક રહ્યો. દરેક વિદ્યાર્થીનીએ પોતાનું રક્ષાસૂત્ર ખૂબ લાગણીપૂર્વક તૈયાર કર્યું અને લખેલા સંદેશમાં વડાપ્રધાનની આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી.આ પ્રસંગે શાળામાં વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધનના મહત્વ પર ભાવસભર ભાષણો આપ્યા અને દેશભક્તિ ગીતો દ્વારા સમૃદ્ધ વાતાવરણ સર્જ્યું.

આ અનોખી પહેલ માત્ર એક સંસ્કૃતિક અભિવ્યક્તિ નથી, પરંતુ એક સંદેશ છે કે નવી પેઢી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રસેવાના મૌલિક મૂલ્યોને આત્મસાત કરી રહી છે.આવો સુંદર સંકલ્પ અને કાર્ય દેશના અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે. અંકુર વિદ્યાલય પાલિતાણાની વિદ્યાર્થીઓએ બતાવ્યું કે સાચી ભક્તિ અને નૈતિકતા શિક્ષણ સાથે જોડાય ત્યારે તે દેશને નવી દિશા આપી શકે છે.

અહેવાલ: કૃણાલ બારડ,ભાવનગર

આ પણ વાંચો:   Vadodara : વિજ્ઞાન જાથા વિરૂદ્ધ મોરચો, ઘી નીકળવા મામલે કાર્યવાહી બાદ રોષ

Tags :
Ankur VidyalayaBhavnagarPalitanaPalitana News
Next Article