Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં મામલે ભયંકર માથાકૂટ, ટોળાઓ દ્વારા પથ્થરમારો કરાયો

વિસનગર રાવળાપુરા ST બસમાં બબાલના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ બેસવા મામલે માથાકૂટ થતાં બસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે, વિસનગર સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી શરૂ થયેલી બબાલ સવાલા...
મહેસાણામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં મામલે ભયંકર માથાકૂટ  ટોળાઓ દ્વારા પથ્થરમારો કરાયો
Advertisement

વિસનગર રાવળાપુરા ST બસમાં બબાલના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ બેસવા મામલે માથાકૂટ થતાં બસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

મહત્વનું છે કે, વિસનગર સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી શરૂ થયેલી બબાલ સવાલા ગામે પહોંચતા વધી ગઈ હતી. સવાલા ગામના બસ સ્ટેન્ડે પહોંચેલી એસટી બસને સરફરાઝ ડેલીકેટ નામના વ્યક્તિ સાથે લઘુમતી કોમન લોકોએ ઘેરી લીધી હતી અને ત્યારબાદ એસટી બસમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થતાં પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

તમને જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લાના વિસનગર સવાલા પાસે થયેલી બબાલમાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા બાબતે થયેલી માથાકૂટ ઉગ્ર બની હતી અને પથ્થરો મારી જાનથી મારી નાખવાની ઘમકીઓ પણ આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : મરીન નેશનલ પાર્કમાં મેન્ગ્રુવ જંગલના નિર્માણ માટે Reliance Industries દ્વારા રાજ્ય સરકાર સાથે કરાયા હસ્તાક્ષર

Tags :
Advertisement

.

×