Surat માં ભયંકર ટ્રાફિક જામ, હજારો વાહનો કલાકો સુધી ફસાયા
- સુરત શહેરમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
- સુરત શહેરની ટ્રાફિકની સ્થિતિના આકાશી દ્રશ્યો
- ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધી ટ્રાફિક જામ
- મજુરાગેટથી રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક
- હજારો વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા
- સુરતમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ
Surat: ગુજરાતનું આર્થિક હૃદય કહેવાતું સુરત શહેર આજે ભારે ટ્રાફિક જામની ચપેટમાં આવી ગયું છે. ભારે ટ્રાફિક જામ થતા દિલ્હી, મુંબઈ કે બેંગ્લોરના જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે.
સુરત શહેરમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
દિલ્હી, મુંબઈ કે બેંગ્લોર જેવા દ્રશ્યો સુરતના રસ્તાઓ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ખાસ કરીને ઉધના જીવન જ્યોત સર્કલથી ઉધના દરવાજા તરફના માર્ગે અને મજુરાગેટથી રીંગ રોડના ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ સુધીના વિસ્તારમાં સવારથી જ ભારે ટ્રાફિક જામ થયો હતો.
ટ્રાફિકની સ્થિતિના આકાશી દ્રશ્યો આવ્યા સામે
ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં કિલોમીટરો સુધી વાહનોની અટવાયેલી કતારો દેખાતી હતી.હજારો કાર, ટુ-વ્હીલર, રિક્ષા અને ટ્રકો કલાકો સુધી એક જ જગ્યાએ ઊભા રહેવું પડ્યું. ઓફિસ જતા લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ મોડા પડી ગયા હતા. ટ્રાફિકમાં ફસાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
મજુરાગેટથી રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે અવરજવર થતી હોય છે. હજારો વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.આ મામલે સુરતવાસીઓએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Botad: 70 વર્ષીય વૃદ્ધે 14 વર્ષીય સગીરા પર આચર્યું હતુ દુષ્કર્મ, સગીરાએ બાળકને આપ્યો જન્મ