ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

THARAD : ટ્રક ચાલકે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી પાણીપુરીની લારીને અડફેટે લીધી

થરાદ સાંચોર હાઇવે માર્કેટ યાર્ડ અને ચાર રસ્તા વચ્ચે અવાર નવાર અકસ્માતો બની રહ્યા છે, ત્યારે બેફામ રીતે ડ્રાઇવિંગ કરતાં ટ્રક ચાલકે પાણીપુરીની લારીને અડફેટે લેતાં અફરા તફરી મચી જવા પામી હતી પાણીપુરીના માલિકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો...
05:12 PM Mar 19, 2024 IST | Harsh Bhatt
થરાદ સાંચોર હાઇવે માર્કેટ યાર્ડ અને ચાર રસ્તા વચ્ચે અવાર નવાર અકસ્માતો બની રહ્યા છે, ત્યારે બેફામ રીતે ડ્રાઇવિંગ કરતાં ટ્રક ચાલકે પાણીપુરીની લારીને અડફેટે લેતાં અફરા તફરી મચી જવા પામી હતી પાણીપુરીના માલિકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો...
થરાદ સાંચોર હાઇવે માર્કેટ યાર્ડ અને ચાર રસ્તા વચ્ચે અવાર નવાર અકસ્માતો બની રહ્યા છે, ત્યારે બેફામ રીતે ડ્રાઇવિંગ કરતાં ટ્રક ચાલકે પાણીપુરીની લારીને અડફેટે લેતાં અફરા તફરી મચી જવા પામી હતી પાણીપુરીના માલિકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે કેટલાંક બેફામ રીતે ડ્રાઇવિંગ કરી લોકોની જિંદગી જોખમમાં મૂકતાં હોય છે, ત્યારે આજે થરાદ સાંચોર હાઇવે પર ચાર રસ્તા બાજુથી બેફામ ટ્રક ચાલકે પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. જેમાં પાણીપુરીના માલિકે સમયસૂચકતા વાપરી પોતાનો જીવ બચાવ્યો હતો.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારથી પોતાના ધંધા રોજગાર અર્થે લારી પર પાણીપુરી વેચવા નીકળેલ પાણીપુરી વાળાને ટ્રક ચાલકે અડફેટે લેતાં લારી ભાંગીને ભુકો થયો હતો, અને પાણીપુરી માલિકને ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક થરાદ નગરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. થરાદ પોલીસને જાણ કરી જાણવાજોગ ફરિયાદ કરવામા આવી હતી. જોકે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આવા ટ્રક ચાલકને પોલીસ કાયદાની સમજ કરાવે એવી માંગ કરી હતી.
અહેવાલ :  યસપાલસિહ વાઘેલા
આ પણ વાંચો : Health Minister Dr. Mansukh Mandviya: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રાજકોટ જિલ્લાના પ્રવાસે
આ પણ વાંચો :  Health Minister Dr. Mansukh Mandviya: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રાજકોટ જિલ્લાના પ્રવાસે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AccidentDrivingfatal accidenthighway accidentPaniPuriPolice complaintrecklesslysanchor highwayTharadtruck
Next Article