Somnath મંદિરમાં 3D-લાઈટ એન્ડ સાઉન્ડ શો આવતીકાલથી યાત્રિકો માટે શરૂ થશે
- Somnath Temple ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ
- લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે
- કાલથી 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પુનઃ યાત્રીઓ માટે શરૂ
Somnath Temple: ભારતમાં મહાદેવના 12 જ્યોતિર્લિંગો આવેલા છે.જેની દર્શન માટે લાખો લોકો જતા હોય છે. ગુજરાતમાં આવેલું સોમનાથ (Somnath Temple) ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે. અહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં આવતા ભક્તો માટે સારી એવી વ્યવસ્થા પર કરવામાં આવી હોય છે.
આ પણ વાંચો: Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ‘દાના’ વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે
3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પુનઃ યાત્રીઓ માટે શરૂ
અત્યારની વાત કરવામાં આવો તો, સોમનાથ (Somnath Temple) મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ સોમનાથ (Somnath) તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ( 3D-light and sound show) ચોમાસાના વિરામ બાદ પુનઃ યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ( 3D-light and sound show)ના કારણે મંદિરની શોભામાં અનેરો વધારો થાય છે, જેને જોઈને ભક્તોમાં પણ અનેરો આનંદ છવાય છે.
આ પણ વાંચો: Gujarat: શૈક્ષણિક પ્રવાસ માટેની માર્ગદર્શિકાનો શિક્ષણ વિભાગે જાહેર કર્યો ઠરાવ, જાણો સંપૂર્ણ વિગત
શો નો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે
નોંધનીય છે કે, આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. કારણે વરસાદ અને વીજળીના કારણે નુકસાન થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેતી હોય છે. ચોમાસાની સીઝન પૂર્ણ થતા સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે આવતીકાલથી લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ થશે. 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ( 3D-light and sound show)ના સમયની વાત કરવામાં આવે તો, શો નો સમય સાયં આરતી બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. જેનો દર્શાનાર્થીઓ લાભ લઈ શકશે. સોમનાથ મંદિર ભક્તો માટે મોટી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતાં હોય છે. અનેક લોકો તો એવા હોય છે જે મહાદેવના દર્શન કરવા માટે પગપાળા પણ જતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં સોમનાથ (Somnath)માં ભક્તોની ભીડ વધારે જોવા મળે છે.
આ પણ વાંચો: 29 સુશિક્ષિત નવયુવાનોએ BAPS ના વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી, જુઓ આ તસવીરો