ભૂતિયા-ગુલ્લીબાજ Teachers સામે કાર્યવાહી, બીજી તરફ વાવ-સુત્રાપાડામાં શિક્ષક-આચાર્યને લઈ થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!
રાજ્યમાં એક તરફ જ્યાં સરકાર દ્વારા ભૂતિયા અને ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આવા શિક્ષકોની (Teachers) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. વાવનાં (VAV) ઉચપાનાં શિક્ષક દર્શન પટેલ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. જ્યારે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાનાં સુત્રાપાડાની એક પ્રાથમિક શાળાનાં આચાર્ય જ રજા મૂકીને વિદેશ ગમન કરી ગયા હોવાની પણ ચોંકાવનારી વિગત સામે આવી છે.
આ પણ વાંચો - રાજ્યભરમાંથી 134 ગેરહાજર Teachers બરતરફ કરાયા, 58 ને નોટિસ! Gujarat First નાં અહેવાલનો પડઘો!
ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First Report) અહેવાલ બાદ તેના પડઘા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ભૂતિયા અને ગુલ્લીબાજ શિક્ષકો (Teachers) સામે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. દરમિયાન, ચોંકાવનારી વિગતો સામે આવી છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં વાવ તાલુકાની ઉચપાનાં શિક્ષક દર્શન પટેલ જિલ્લા ફેરબદલીમાં ખેડાથી (Kheda) બનાસકાંઠા આવ્યા હતા. માત્ર 4 મહિના જ નોકરી કર્યા બાદ તેઓ વિદેશ ભાગી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જિલ્લા કચેરીમાં રૂ. 300 નાં સ્ટેમ્પ પર સોગંદનામું કર્યું હતું, જેમાં 5 વર્ષ સુધી નિવૃત્ત કે ફરજ બેદરકારી ન દાખવવાનો ઉલ્લેખ કર્યો હતો.
- વાવનાં ઉચપાનાં શિક્ષક દર્શન પટેલ અંગે મોટો ખુલાસો
- જિલ્લા કચેરીમાં રૂ. 300 નાં સ્ટેમ્પ પર સોગંદનામું કર્યું હતું
- 5 વર્ષ સુધી નિવૃત્ત કે ફરજ બેદરકારી ન દાખવવા સોગંદનામું કર્યું હતું
- માત્ર 4 મહિના જ નોકરી કર્યા બાદ વિદેશ ભાગી ગયા
- સુત્રાપાડાની પ્રા. શાળાના આચાર્ય જ રજા…— Gujarat First (@GujaratFirst) August 13, 2024
આ પણ વાંચો - Jetpur : રોડ પર બાઈકચાલકનો મૃતદેહ મળ્યો, મિત્રનો વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં શવ મળતા તર્ક-વિતર્ક
જો કે, આ મામલો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે કે...
- સરકાર સાથે આટલી મોટી ઠગાઈ છતાં પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી ?
- DPEO એ 21 મહિના સુધી ઘટના પર પડદો કેમ ઢાંક્યો ?
- 13 જુલાઈ 2024 નાં રોજ બરતરફ કર્યા તો જાણ TPEO ને કેમ ન કરાઈ ?
- શાળામાં બરતરફ થયેલા શિક્ષકનું (Teachers) નામ અત્યાર સુધી કેવી રીતે ચાલતું હતું ?
- શું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કંઈ છૂપાવે છે ?
- અન્ય ગુલ્લીબાજ 7 જેટલા શિક્ષકો વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી ?
સુત્રાપાડાની પ્રા. શાળાનાં આચાર્ય રજા મૂકી વિદેશ ભાગ્યા!
બીજી તરફ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય પણ રજા લઈને વિદેશ ભાગી ગયા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સુત્રાપાડા (Sutrapada) બંદરની પ્રાથમિક શાળાના H. TAT આચાર્ય બિંદુબેન સોઢા લાંબી રજા પર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ, તેઓ ઓકટોબર, 2023 થી આગામી ડિસેમ્બર, 2024 સુધી રજા પર હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે, જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ રજા રિપોર્ટ મંજૂર પણ કરી આપ્યો હોવાનું ખુલ્યું છે. આચાર્ય હાલ વિદેશમાં હોવાથી ઇન્ચાર્જ આચાર્ય દ્વારા સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - Vande Metro Train : ગુજરાતીઓ આનંદો... હવે પટરી પર જલદી દોડશે વંદે મેટ્રો ટ્રેન, જાણો તેના અંગે