Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar બાળ તસ્કરીને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ

Sabarkantha જિલ્લામાં હિંમતનગરમાં બાળકી 18 વર્ષની થાય ત્યારે લગ્ન કરવાના થયા હતા કરાર
himmatnagar બાળ તસ્કરીને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ
Advertisement
  • પિતાએ જ 4 લાખ રૂપિયામાં કર્યો હતો બાળકીનો સોદો (child trafficking)
  • પિતા અને બાળકીના પિતરાઈએ વેચી દીધી હતી બાળકી
  • અલવરના ઉમેદ નટને 4 લાખ રૂપિયામાં વેચી બાળકી

હિંમતનગર બાળ તસ્કરી (child trafficking)ને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં પિતાએ જ 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો કર્યો હતો. તેમજ પિતા અને બાળકીના પિતરાઈએ બાળકીને વેચી દીધી હતી. અલવરના ઉમેદ નટને 4 લાખ રૂપિયામાં બાળકી વેચી દેતા ચકચાર મચી છે. તેમજ બાળકી 18 વર્ષની થાય ત્યારે લગ્ન કરવાના કરાર થયા હતા. તેમાં ઉમેદ નટના દીકરા સાથે લગ્ન માટેના કરાર થયાની માહિતી સામે આવી છે. પોલીસ અલવરથી બાળકીને હિંમતનગર લઈ આવી છે. તેમજ બાળકીને તબીબી તપાસ માટે લઈ જવામાં આવી છે.

જાણો શું છે સમગ્ર મામલો:

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર (Himmatnagar) તાલુકા પાસે આવેલી સાબરડેરી નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતો શ્રમિક પારિવાર મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. આ શ્રમિક પરિવારે મોડાસાનાં વ્યાજખોરો પાસે કેટલાક મહિના અગાઉ રૂ. 60 હજાર ઉછીના લીધા હતા. ઉછીના રૂપિયાનાં બદલામાં સમયસર વ્યાજ ચૂકવતા હતા. છતાં, વ્યાજખોરો વારંવાર ઘરે આવી શ્રમિક પરિવારને ધમકાવતા અને મારઝૂડ કરતા હતા. વાત ત્યાં સુધી સીમિત ના રહી. રૂ. 60 હજારનું અનેકગણું વ્યાજ ગણી 3 થી 4 લાખ રૂપિયાનો હિસાબ બતાવી વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા. શ્રમિક પરિવાર માટે આટલા રૂપિયા ચૂકવવા ખૂબજ મુશ્કેલ હતા.

Advertisement

આ પણ વાંચો: VADODARA : ગેરકાયદે જતી રેતી ભરેલી ટ્રક રોકતા કોંગી આગેવાનને ધમકી

Advertisement

ઘરે આવી વ્યાજખોરો શ્રમિક પરિવારની દીકરીને ઉઠાવી ગયા અને કર્યો સોદો

વ્યાજખોરોને શ્રમિક પરિવાર પર સહેજ પણ દયા ન આવી અને રૂ. 60 હજારની ઉઘરાણી સામે પરિવારની 7 વર્ષની માસૂમ દીકરી (child trafficking) ને જ ઊઠાવી ગયા હતા. ત્યારબાદ, આ વ્યાજખોરોએ માનવતાની તમામ હદ વટાવી હતી અને રૂ. 3 લાખમાં બાળકીનો સોદો કરી દીધો હતો. આ બધુ થયા બાદ પોલીસ વાત સાંભળશે કે કેમ એવું વિચારી શ્રમિક પરિવાર જેમ-તેમ કરી કોર્ટ સુધી પહોંચ્યો હતો.

કોર્ટમાંથી આદેશ આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી

કોર્ટમાંથી આદેશ આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી અને આ મામલે ફરિયાદ નોંધી હતી. કાર્યવાહી કરી પોલીસે એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ બાળ તસ્કરી (child trafficking) કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બીએનએસ કલમ 137(2), 143(4), 115(2), 351(3), 54 તથા ગુજરાત મનીલેન્ડસ એક્ટ ક.40, 42 મુજબ બાળ તસ્કરી કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે પૈસાના બદલામાં બાળકીને ઉઠાવી જનાર આરોપી અર્જુન નટ, શરીફાબેન નટ અને લખપતિ નટને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 27/12/24 સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

આ પણ વાંચો: Suratમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી, વૃદ્ધ પાસેથી રૂ. 1.71 કરોડ પડાવ્યા

Tags :
Advertisement

.

×