Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલના ગુંદાસરા ગામની સીમમાં કુવામાંથી આધેડની લાશ મળી

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ  ગોંડલ ગુંદાસરા ગામની સિમ વિસ્તારમાં આવેલા ખેતરના કુવામાંથી લાશ મળી આવી હતી. ગોંડલ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતક આધેડની લાશને બહાર કાઢવામાં આવી હતી.   ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામની સિમમાં રિબડા રેલ્વે ફાટક નજીક આવેલ...
ગોંડલના ગુંદાસરા ગામની સીમમાં કુવામાંથી આધેડની લાશ મળી
Advertisement

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ 

ગોંડલ ગુંદાસરા ગામની સિમ વિસ્તારમાં આવેલા ખેતરના કુવામાંથી લાશ મળી આવી હતી. ગોંડલ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતક આધેડની લાશને બહાર કાઢવામાં આવી હતી.

Advertisement

Advertisement

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામની સિમમાં રિબડા રેલ્વે ફાટક નજીક આવેલ કેતનભાઈ કોટડીયાની વાડી (કુવા)માંથી નરસિંહભાઈ રાઠોડ નામના આધેડ ખેત મજૂરી કામ કરતા હતા. ખેતીકામ પૂર્ણ કરી કુવામાં નાહવા માટે પડ્યા હતા. અચાનક કુવાના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.

નરસિંહભાઈના મૃતદેહને પાણીમાં તરતો હોવાની વાળી માલિક ને જાણ થતાજ તુરંત ગોંડલ ફાયર ને જાણ કરવામાં આવી હતી ફાયરના તરવૈયા વિજયસિંહ,કિશોરભાઈ ગોહેલ, જયેશ, અશ્વિન, ભરત, હિરેન અને રસિક ટીલાળા એ 80 ફૂટ પાણી ના ભરેલા કુવામાંથી મૃતક ના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવને લઈને તાલુકા પોલીસ ના કોન્સ્ટેબલ વિજય સરિયા એ વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો- ગોંડલમાં SMC દરોડો પાડી કન્ટેનરમાંથી 800થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી

Tags :
Advertisement

.

×