Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari : વિધર્મી બુટલેગરે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

અહેવાલ--સ્નેહલ પટેલ, નવસારી લવ જેહાદ (Love Jihad)થી બચવા પોતાના હિન્દુ મિત્ર સાથે યુવતીના લગ્ન કરાવ્યા નવસારી (Navsari) પોલીસે વિધર્મી બુટલેગર અને હિન્દુ મિત્ર સામે ફરિયાદ નોંધી પોલીસે વિધર્મી બુટલેગરનું સરઘસ કાઢતા પોલીસનો થયો જય જય કાર નવસારી(Navsari)માં લવ જેહાદ (Love...
navsari   વિધર્મી બુટલેગરે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
Advertisement
અહેવાલ--સ્નેહલ પટેલ, નવસારી
  • લવ જેહાદ (Love Jihad)થી બચવા પોતાના હિન્દુ મિત્ર સાથે યુવતીના લગ્ન કરાવ્યા
  • નવસારી (Navsari) પોલીસે વિધર્મી બુટલેગર અને હિન્દુ મિત્ર સામે ફરિયાદ નોંધી
  • પોલીસે વિધર્મી બુટલેગરનું સરઘસ કાઢતા પોલીસનો થયો જય જય કાર
નવસારી(Navsari)માં લવ જેહાદ (Love Jihad)નો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે લવ જેહાદથી બચવા પોતાના હિન્દુ મિત્ર સાથે લગ્ન કરાવ્યા હતા. પોલીસે (police) આ ગુનામાં રીઢા ગુનેગાર અસીમ શેખને મુંબઇથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. પોલીસની સક્રિયતાથી ખુશ થયેલા લોકોએ પોલીસનો જયજયકાર કર્યો હતો અને પુષ્પવર્ષા કરી હતી.
navasari arrest

વારંવાર દુષ્કર્મ આચર્યુ

નવસારી (Navsari) નજીકના ગામની હિન્દુ સગીરાને વર્ષ 2019 માં વિધર્મી અને લિસ્ટેડ બુટલેગર અસીમ નીઝામ મિયા શેખે જબરદસ્તી પ્રેમમાં ફસાવી હતી. બાદમાં તેની છેડતી કરી પીડિતાને હેરાન કરતો હતો. સગીરા ભણવા વડોદરા ગઈ ત્યાં પણ તેની પાછળ પહોંચી જબરદસ્તી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.  પીડિતાને બેગમ બનાવવાની લાલચ આપી તેના મોબાઈલ ફોનને હેક કરીને તેની તમામ ગતિવિધિ પર નજર રાખતો હતો.

Advertisement

navasari love

Advertisement

મિત્ર રોનક પટેલની સાથે લગ્ન કરાવી આપ્યા

અસીમે પીડિતા સાથે લગ્ન કરે તો લવ જેહાદમાં ફસાઈ જવાની બીકે પોતાના મિત્ર રોનક પટેલની સાથે લગ્ન કરાવી આપ્યા હતા. પરંતુ બાદમાં પીડિતાના પરિવારજનોની ફરિયાદ પર પોલીસે પીડિતા અને રોનકને લાવી હતી. સાથે જ પીડિતાનું કાઉંસેલિંગ કરતા પીડિતાએ અસીમના ત્રાસની આપવિતી વર્ણવી હતી. જેમાં પોલીસે પીડિતાને તેના પરિવારજનોને સોંપ્યા બાદ પીડિતાએ અસીમ શેખ, કહેવાતા પતિ રોનક પટેલ સામે ફરિયાદ નોંધાવતા નવસારી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી.

Advertisement

navasari

બુટલેગર અસીમ શેખ નું સરઘસ

પોલીસે (police) ખેરગામના લિસ્ટેડ બુટલેગર અને રીઢા ગુનેગાર અસીમ શેખને પકડવા LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી તપાસને વેગ આપ્યો હતો. જેમાં ટેકનિકલ સરવેલાન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે અસીમ રાજસ્થાનના જયપુરમાં હોવાની માહિતી મેળવી હતી. જેમાં અસીમ જયપુર એરપોર્ટથી મુંબઈ અને મુંબઈથી સડક માર્ગે ગુજરાત આવવાની બાતમી મળતા જ નવસારી LCB ની એક ટીમ મુંબઈ પહોંચી હતી. પોલીસે આરોપી વિધર્મી અસીમ શેખને મુંબઈની ફાઉન્ટન હોટલ ખાતેથી દબોચી લીધો હતો.તેને  નવસારી લાવી વિધર્મી અસીમને નવસારી કોર્ટમાં રજુ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જે બાદ બુટલેગર અસીમ શેખ નું સરઘસ ખેરગામ ખાતે કાઢવામાં આવ્યું હતું જે દરમ્યાન સ્થાનિકોએ પોલીસ નો આભાર માની પોલીસ પર પુષ્પ વર્ષા કરી હતી સાથે પુષ્પ આપી સ્વાગત પણ કર્યું હતું. આ સાથે હિન્દૂ સંગઠનો દ્વારા નવસારી પોલીસ જીંદાબાદ અને જય શ્રીરામ ના નારા લાગ્યા હતા અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા જેનાથી ખેરગામ પંથકમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

આરોપી પર ૧૮ જેટલા ગુના દાખલ

વિધર્મી બુટલેગર અસીમ શેખ પર નવસારી અને વલસાડ જિલ્લામાં ૧૮ જેટલા ગુનાઓ દાખલ થયેલ છે સાથેજ બે વાર પાસા પણ થયેલ છે.જેમાં ૧૪ પ્રોહીબિશન તેમજ ૩ મારામારી અને રાયોટિંગ અને ૧ વ્યાજખોરી ના ગુનાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો---ફૂલોની ખેતી કેવી રીતે કરીએ તો વધુ પાક મળે? નેધરલેન્ડના નિષ્ણાતે સુરતના ખેડૂતોની લીધી મુલાકાત

Tags :
Advertisement

.

×