Gondal News : ગોંડલમાં સમસ્ત ધડુક પરિવારનું પ્રથમ સ્નેહ મિલનનું કરાયું ભવ્ય આયોજન
- Gondal News : ગોંડલમાં ધડુક પરિવારનું ભવ્ય સ્નેહ મિલન યોજાયો
- આ સ્નેહ પરિવારમાં બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન
- ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક ખાસ ઉપસ્થિત રહ્યા
ગોંડલ સમસ્ત ધડુક પરિવાર દ્વારા પ્રથમ વખત સૌરાષ્ટ્ર માં વસતા ધડુક પરિવાર ના સદસ્યો નું ગોંડલ ના દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર પરિવારને એક મંચ પર લાવતું ઐતિહાસિક સ્નેહ મિલન પરિવારની એકતા, ઓળખ અને ગૌરવને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ શ્રેષ્ઠીઓનું સન્માન, બિઝનેસ એક્ઝિબિશન અને ભવ્ય લોકડાયરો સહીત ના રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.
Gondal News : ધડુક પરિવારના સમારોહમાં બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન
નોંધનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માંથી ઉપસ્થિત ધડુક પરિવાર ના સન્માન સમારોહ માં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માં 348 જેટલી બોટલો એકત્રિત થઈ હતી જે પૂર્વસંસાદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, કન્યાછાત્રાલય ના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક અને સુરત ના ઉદ્યોગપતિ જયંતીભાઈ ધડુક ની રક્તતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર ધડુક સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન ધડુક પરિવારની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનને પ્રતિબિંબિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધડુક પરિવારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને એક મંચ પર લાવી તેમના વ્યવસાયને ઓળખ અને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું
Gondal News : પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકએ આપ્યું મોટું નિવેદન
ધડુક પરિવાર ના આ સ્નેહમિલન સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત અને ભગવાન દ્વારકાધીશ માં અનન્ય શ્રદ્ધા ધરાવતા પૂર્વસંસાદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકએ જણાવ્યું હતું કે દ્વારકા ખાતે સમસ્ત ધડુક પરિવાર નું 5 એકર વિશાલ જગ્યા માં સમાજ ભવન નું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જે ગૌરવ ની બાબત છે તેમજ સમસ્ત ધડુક પરિવાર ની સામુહિક ધ્વજા નું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે સ્નેહમિલન સન્માન સમારોહ ઉપસ્થિત સમસ્ત ધડુક પરિવાર તેમજ આ ભગીરથ કાર્ય માં સાથ સહકાર આપનર સમાજ ના શ્રેષ્ઠિઓ નો આભાર માન્યો હતો
Gondal News : બાળકોને મોબાઈલ, યુવાનો વ્યસન દૂર રહે
આ કાર્યક્રમ માં ઉપસ્થિત ધડુક પરિવારના મોભીઓ દ્વારા તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે આ સ્નેહમિલન સમારોહ માત્ર ભેગા જ થવું ને છુટા પડવું એવું નહિ બલ્કે આજ ની નવી પેઢી ને સારી પ્રેરણા મળે તેવા ઉમદા હેતુ સાથે નાના બાળકો ને મોબાઇલ ના વળગરથી દૂર રાખવા સાથે સાથે યુવા પેઢી ને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. સાથે સાથે દર વર્ષે આવા સ્નેહમિલન કાર્યક્રમ માં સમસ્ત ધડુક પરિવાર ને ઉમટી પાડવા હાકલ કરી હતી.
Gondal News : લોકડાયરો પણ કાર્યક્રમમાં યોજાયો
કાર્યક્રમ બાદ સાંજના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો ઉપસ્થિત જનમેદનીને લોકસાહિત્ય અને લોકસંગીતની અનોખી મજા માણી હતી . લોકડાયરાના કાર્યક્રમને લઈને યુવાનો અને પરિવારજનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ધડુક પરિવારની એકતા, સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ બનશે તેમ આયોજક સમિતિએ જણાવ્યું છે. આયોજકોએ સમસ્ત ધડુક પરિવારજનોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનવવા શ્રી લેઉવા પટેલ કન્યા છાત્રાલય ના ચેરમેન વિઠ્ઠલભાઈ ધડુક ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ધડુક પરિવાર ના સ્નેહ મિલાન સમારોહ ની કારોબારી કમિટી ના સૌ કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી,ગોંડલ
આ પણ વાંચો: Deesa News : કલેક્ટરનો આદેશ કચરાપેટીમાં? જુનાડીસા રોડ પર ડમ્પરોનો આતંક


