ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને કરાવવામાં આવશે ગુજરાતના મંદિરોની તીર્થયાત્રા

ગુજરાતમાં સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમના શુભારંભ આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. મૂળ સોમનાથના પણ સદીઓથી તામિલનાડુમાં વસતા લોકોના ભવ્ય સ્વાગત માટે મહાદેવના ધામ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તામિલનાડુથી 17 એપ્રિલે ગુજરાત પધારનારા...
07:35 PM Apr 15, 2023 IST | Vipul Pandya
ગુજરાતમાં સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમના શુભારંભ આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. મૂળ સોમનાથના પણ સદીઓથી તામિલનાડુમાં વસતા લોકોના ભવ્ય સ્વાગત માટે મહાદેવના ધામ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તામિલનાડુથી 17 એપ્રિલે ગુજરાત પધારનારા...
ગુજરાતમાં સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમના શુભારંભ આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. મૂળ સોમનાથના પણ સદીઓથી તામિલનાડુમાં વસતા લોકોના ભવ્ય સ્વાગત માટે મહાદેવના ધામ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તામિલનાડુથી 17 એપ્રિલે ગુજરાત પધારનારા આ મહેમાનો માટે વિવિધ મંદિરોની તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
માદરે વતન પધારતા તામિલનાડુમાં વસતા ગુજરાતી સમુદાયને ‘હર’ અને ‘હરિ’ની ભૂમિ એવા વેરાવળ-સોમનાથમાં સ્થિત વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવશે.
વિવિધ મંદિરોની યાત્રા
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને તેમની ગુજરાત યાત્રા દરમિયાન સૌથી પહેલા પ્રથમ જ્યોતિર્લિંગ લઈ જવામાં આવશે, જ્યાં તેઓ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ 17મી સદીમાં અહલ્યાબાઈ હોલકર દ્વારા નિર્મિત જૂના સોમનાથ મંદિરે દર્શન માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ તેઓને શ્રીરામજી મંદિર, ત્રિવેણી સંગમ, ગીતામંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, બલરામજીની ગુફા, હિંગળાજ માતાજીની ગુફા અને પૌરાણિક સૂર્ય મંદિરની તીર્થયાત્રા પણ કરાવવામાં આવશે.
આ પણ વાંચો---EXPRESSWAY એ ગામના ભાગલા પાડ્યા, વાંચો સટીક અહેવાલ
Tags :
GujaratGujarati Newslatest newsSaurashtraSaurashtra Tamil Sangam programTamil Nadutemple
Next Article