Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓલપાડ પંચાયતની અવિશ્વાસની દરખાસ્ત મામલે ગુજરાત હાઈ કોર્ટે આપ્યો સ્ટે

અહેવાલ- ઉદય જાદવ,સુરત  હાયવોલ્ટેજ બનેલ અવિશ્વાસ ની દરખાસ્ત મામલે આજે ગુજરાત હાઈ કોર્ટે સ્ટે આવ્યો છે. ઓલપાડ તાલુકાની ઓલપાડ ગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે સભ્યો દ્વારા અવિશ્વાસ ની દરખાસ્ત કરવામાં આવી હતી. સ્થાનિક ભાજપ ના જૂથવાદ કારણે અવિશ્વાસ પ્રસ્તાવ...
ઓલપાડ પંચાયતની અવિશ્વાસની દરખાસ્ત મામલે  ગુજરાત હાઈ કોર્ટે આપ્યો સ્ટે
Advertisement

અહેવાલ- ઉદય જાદવ,સુરત 

હાયવોલ્ટેજ બનેલ અવિશ્વાસ ની દરખાસ્ત મામલે આજે ગુજરાત હાઈ કોર્ટે સ્ટે આવ્યો છે. ઓલપાડ તાલુકાની ઓલપાડ ગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે સભ્યો દ્વારા અવિશ્વાસ ની દરખાસ્ત કરવામાં આવી હતી. સ્થાનિક ભાજપ ના જૂથવાદ કારણે અવિશ્વાસ પ્રસ્તાવ કરાયો હતો. જોકે આજે વહેલી સવારથી ઓલપાડ ટાઉન પોલીસ છાવણી માં ફેરવાયું હતું.

Advertisement

Advertisement

ઓલપાડ ગ્રામ પંચાયત કુલ ૧૮ સભ્યો છે

ઓલપાડ તાલુકા સહિત જિલ્લામાં ઓલપાડ ગ્રામ પંચાયત સરપંચ સામે અવિશ્વાસના પ્રસ્તાવ હાઈ વોલ્ટેજ બની છે. ભાજપ નાજ અંદરો અંદરના વિખવાદ સામે ઓલપાડ ગ્રામ પંચાયતના સરપંચ સામે સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઓલપાડ ગ્રામ પંચાયત કુલ ૧૮ સભ્યો છે. જે પૈકી ૩ સભ્યો ને થોડા સમય પહેલા થેયલ કોમી રમખાણમાં સંડોવણી બહાર આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. હાલ રહેલા ૧૫ સભ્યો પૈકી ૧૨ સભ્યોએ અવિશ્વાશ પ્રસ્તાવ પર પોતાની મંજૂરી આપી હતી. ત્યારે અવિશ્વાશના પ્રસ્તાવ બાબતે વિશ્વાશનો મત લેવા સરપંચે 15 દિવસની મર્યાદામાં સામાન્ય સભા ન બોલાવતા ઓલપાડ TDO એ કલમ 56 ના નિયમ [૫] ,[ખ], મુજબ ૧૫ દિવસમાં બોલાવવાની થતી મીટિંગ માત્ર ત્રણ દિવસમાં લેવાની બાબતે મહિલા સરપંચ હાઇકોર્ટના સરણે જતાં કોર્ટે ટી.ડી.ઓ ની ઉતાવળે મીટિંગ લેવાનો નિર્ણય ખોટો ગણાવીની ત્યારે  આગામી  મીટીંગની કામગીરી આગામી મીટિંગ સુધી સ્થગીત રાખવાની તાકીદ કરતાં સરપંચને વધુ એક મુદ્દત મળી છે.

મહત્વનું છે ઓલપાડ ગ્રામ પંચાયત ડે. સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરપંચ દ્વારા મનસ્વી પણે ગેર વહીવટ કરી નીર્ણય લેતા હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ આજે જે નામદાર કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તેનો સ્વીકાર કરીએ છે. અને આગામી દિવસોમાં ફરથી પ્રસ્તાવ રજુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મહત્વનું છે કે હાઈ વોલ્ટેજ બનેલ અવિશ્વાસ પ્રસ્તાવ સામે લોકો આજ ની સભા મિત માંડી બેઠા હતા. ઓલપાડ ટાઉન વહેલી સવારથી પોલીસ છાવણી માં ફેરવાયું હતું. આજની સામાન્ય સભા અને અવિશ્વાસ પ્રસ્તાવ મામલે આજે ગ્રામ જનો પણ મોટી સંખ્યામાં પંચાયત કચેરી બહાર મિત માંડી બેઠા હતા. ત્યારે હાલ પૂરતા સ્ટે ને પગલે આગામી દીવસો રાજકારણ વધુ ગરમાય તેવી ચોક્કસ શક્યતાઓ જોવા મળી રહી છે.

આપણ  વાંચો -ગુરુપૂર્ણિમાએ શિક્ષકોના ચરણોની કુમકુમ છાપ લેતા પાલનપુરના વિદ્યાર્થીઓ

Tags :
Advertisement

.

×