ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોરડીયાલાના ગ્રામજનોની મહેનત ભારે વરસાદમાં ધોવાઇ ગઇ..! વાંચો, અહેવાલ

અહેવાલ---શકિતસિંહ રાજપુત,અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના બોરડીયાલા ગામે આઝાદી બાદ નદી પર પુલ ન બનતા ગ્રામજનો દ્વારા સરકારમાં રજૂઆત કરી કરીને થાકી ગયા બાદ બે મહિના અગાઉ ફાળો એકઠો કરીને પુલ બનાવ્યો હતો. પણ ફરીથી ભારે વરસાદને પગલે 18 સપ્ટેમ્બરના...
07:00 PM Sep 18, 2023 IST | Vipul Pandya
અહેવાલ---શકિતસિંહ રાજપુત,અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના બોરડીયાલા ગામે આઝાદી બાદ નદી પર પુલ ન બનતા ગ્રામજનો દ્વારા સરકારમાં રજૂઆત કરી કરીને થાકી ગયા બાદ બે મહિના અગાઉ ફાળો એકઠો કરીને પુલ બનાવ્યો હતો. પણ ફરીથી ભારે વરસાદને પગલે 18 સપ્ટેમ્બરના...
અહેવાલ---શકિતસિંહ રાજપુત,અંબાજી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના બોરડીયાલા ગામે આઝાદી બાદ નદી પર પુલ ન બનતા ગ્રામજનો દ્વારા સરકારમાં રજૂઆત કરી કરીને થાકી ગયા બાદ બે મહિના અગાઉ ફાળો એકઠો કરીને પુલ બનાવ્યો હતો. પણ ફરીથી ભારે વરસાદને પગલે 18 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે પુલ ધોવાઈ જતા ગ્રામજનોની મહેનત ધોવાઇ ગઇ હતી. ગ્રામજનો ફરીથી પુલ બનાવવા માટે ફાળો એકઠો કરીને પુલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે પણ પુલ ન બને ત્યા સુધી હાલ તો ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા મજબુર બન્યા છે. સરકારની વિકાસની વાતો સાંભળીને ગ્રામજનો કંટાળી ગયા છે.
 ગ્રામજનો દ્વારા 2 મહીના અગાઊ ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવ્યો હતો
દાંતા તાલુકાના અંતરિયાળ બોરડીયાલા ગામની વાત કરાય તો આ ગામમા મંડારા વાસ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર ગણાય છે.આ વિસ્તારના 1200 જેટલા ગ્રામજનો ચોમાસાની ઋતુમાં નદીનાં ભારે પાણીમાં જીવના જોખમે પસાર થતા હતા, પરંતુ સરકાર દ્વારા તેમની કોઈજ રજૂઆતનો ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા 2 મહીના અગાઊ ફાળો એકઠો કરીને નદી પર પુલ બનાવ્યો હતો જે પુલ સોમવારે સવારે ભારે વરસાદ આવતાં પુલ ધોવાઈ ગયો હતો.
સમસ્યાનો નિકાલ નહીં આવે તો અમે રસ્તા પર ઉતરીશું
પુલ ધોવાઈ જતા ગ્રામજનો દ્વારા પોતાના વિસ્તારના 200 જેટલા બાળકોને શાળાએ મોકલવામાં આવ્યા ન હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ વિકાસ કરતી નથી અને અમારી સમસ્યા સાંભળતી નથી. જો આવનારા સમયમાં અમારો નિકાલ નહીં આવે તો અમે રસ્તા પર ઉતરીશું અને આંદોલન કરીશું. સોમવારે પણ નદી કિનારે ગામના લોકો મોટી સંખ્યામાં ઉભેલા જોવા મળ્યા હતા કારણકે નદીમાં પાણીનો પ્રવાહ વધારે હતો અને તણાઈ જવાનો ડર હતો.ગામની કેટલીક બહેનો અનાજ દળાવવા માટે જીવના જોખમે નદી પાર કરતી જોવા મળી હતી અને ગામના યુવાનો આ બહેનોને  જીવના જોખમે નદી પાર કરાવતા જોવા મળ્યા હતા.
કાયમી નિકાલ નહી આવે તો સ્થાનિકો આંદોલન કરવાના મૂડમાં 
 આ ગામના ચંદુભાઇ બુંબડીયા,રાયસાભાઈ બુંબડીયા, ગમાર પ્રવિણભાઇ, મહેશભાઈ બુંબડીયાએ જણાવ્યુ હતું કે અમે નદી પર પુલ બનાવવાની માંગ વર્ષોથી કરીયે છીએ અને અમારા દ્રારા બનાવેલા પુલ ધોવાઇ જતા જો સરકાર આગામી દિવસોમાં નદી પર પુલ નહિ બનાવશે તો અમે રસ્તા પર આવીને આંદોલન કરીશું.
આ પણ વાંચો----થોડી વારમાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ બેઠક
Tags :
BordialaBridgedanta talukaheavy rain
Next Article