Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Adani પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથામંડપ ટૂંકું પડ્યું

કી આયો મણે, મજા મે.. મણીકે મુજા રામ રામ, સાથે અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન શ્રીમતી ડો. પ્રીતિબેન અદાણીએ સંબોધનની શરૂઆત કરી. તેમણે માનવ વિકાસને પ્રાથમિકતા આપતા ઉદબોધનમાં કહ્યું કે, વિકાસ એટલે ફક્ત ફેક્ટરી કે પોર્ટ નહીં, પરંતુ માનવીનો સાચો વિકાસ. અદાણી જૂથ દ્વારા “સર્વજનહિતાય સર્વજનસુખાય” ના પવિત્ર ઉદ્દેશથી 7 દિવસની ભાગવત કથાનું આયોજન માત્ર લોકકલ્યાણ માટે જ કરવામાં આવ્યું છે.
adani પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથામંડપ ટૂંકું પડ્યું
Advertisement
  1.  શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા Adani Foundation ના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી
     બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી) ના શીલાપીજીસાધ્વી મહારાજસાહેબ, શ્રી
  2. રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાંની વિશેષ ઉપસ્થિતિ.
    મુંદ્રા-માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતા દિલીપદાદા
  3. દેશમુખ સહિતના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
     8000 કરતાં વધુ લોકો એ કર્યું કથા શ્રવણ, 400+ લોકોએ લીધો મેડિકલ કેમ્પનો લાભ.

શિરાચા, 15 ડિસેમ્બર 2025 : કી આયો મણે, મજા મે.. મણીકે મુજા રામ રામ, સાથે અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન શ્રીમતી ડો. પ્રીતિબેન ગૌતમભાઈ અદાણીએ (Dr. Pritiben Gautambhai Adani) સંબોધનની શરૂઆત કરી હતી. ડૉ. પ્રીતિબેન અદાણીએ માનવ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતું ઉદબોધન કર્યું હતુંઅને જણાવ્યું કે વિકાસ એટલે ફક્ત ફેક્ટરી કે પોર્ટ નહીં, પરંતુ માનવીનો સાચો વિકાસ. અદાણી જૂથ દ્વારા “સર્વજનહિતાય સર્વજનસુખાય” ના પવિત્ર ઉદ્દેશથી સાત દિવસની ભાગવત કથાનું આયોજન માત્ર અને માત્ર લોકકલ્યાણ માટે જ કરવામાં આવ્યું છે.

Advertisement

ભારતનું નામ વિશ્વભરમાં ગર્વથી લેવાય છે : ડૉ. પ્રીતિબેન અદાણી

Advertisement

બીજા દિવસની કથામાં અનેક મહાનુભાવો સહિત કચ્છનાં (Kutch) લોકોને સંબોધતા ડૉ. પ્રીતિબેન અદાણીએ જણાવ્યું કે “છેલ્લા 25 વર્ષથી આપ સૌ દરેક પડકારમાં અમારી પડખે ઊભા રહ્યા છો, આજે અદાણી ગ્રૂપ (Adani Group) ભારત માટે જે કાંઈ કાર્ય કરી રહ્યું છે, ભારતનું નામ વિશ્વભરમાં ગર્વથી લેવાય છે અને તેમાં આપ સૌનો સૌથી મોટો ફાળો છે.”

લગભગ 8000 થી વધુ લોકોએ આ કથાનું શ્રવણ કર્યું

આજરોજ શ્રીમદ ભાગવત કથામાં (Bhagwat Katha) સંતો-મહંતો અને મહાનુભાવોની હાજરીમાં વિશાળ જનમેદનીથી કથામંડપ (ડોમ) ટૂંકું પડ્યું હતું. લગભગ 8000 થી વધુ લોકોએ આ કથાનું શ્રવણ કર્યું હતું, આ સપ્તાહનાં બીજા દિવસે પધારેલા શ્રી બલિયાવડ આશ્રમ (જુનાગઢ) નાં આઇશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી) ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ) ના આઇશ્રી કામઈમાં અને પૂજનીય સંતો-મહતો, સાધ્વીઓ, મુંદ્રા-માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંગદાનનાં પ્રણેતા દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પણ વાંચો - Vadodara: સિગ્મા યુનિવર્સિટીએ ઉચ્ચ સંભાવનાવાળી સ્ટાર્ટઅપ્સને આપી 5 લાખની ગ્રાન્ટ, ઉદ્યોગસાહસિકતાને આપ્યો વેગ

આ પ્રસંગે વિરાયતન વિદ્યાપીઠ (માંડવી) ના (Veerayatan Vidyapeeth) શીલાપીજીસાધ્વીજી મહારાજસાહેબે જણાવ્યું હતું કે, એવા અમુક ગૃહસ્થો હોય છે જે સંતોથી પણ આગળ નીકળી જય છે, એ જ્યાં જ્યાં જાય છે ત્યાં સેવા અને સત્કર્મની સુગંધ સ્થાપિત કરતાં જાય છે. આઈશ્રી દેવલમાંએ જીતભાઈ અદાણીનાં (Jitbhai Adani) લગ્નમાં થયેલ દિવ્યાંગો માટે થયેલ સેવકાર્યોને બિરદાવ્યું હતું અને આશીર્વચન આપ્યા હતા.

ડો. પ્રીતિબેન અદાણીનો સન્માન કરવામાં આવ્યું

આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સાધુ-સાધ્વી, સંતો-મહતો તેમ જ મહાનુભવોનું અદાણી પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમ જ મુંદ્રા તાલુકાનાં વિવિધ ગામોના પ્રતિનિધિઓ તેમ જ સંસ્થાઓ દ્વારા અદાણી ફાઉન્ડેશનનાં (Adani Foundation) ચેરપર્સન ડો. પ્રીતિબેન અદાણીનો સન્માન કરવામાં આવ્યું હતું અને અદાણી ફાઉન્ડેશન દ્વારા થતી સામાજિક ઉતરદાયિત્વની પ્રવૃતિને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રથા ના વક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ શ્રીમદ ભાગવત કથાનું વાંચન કર્યું હતું, અહી તેઓ એ શ્રીમદ ભાગવત ગીતાનાં (Shrimad Bhagwat Gita) પ્રસંગો એક પછી એક વર્ણવ્યા હતા, એમને સવિશેષ કહ્યું હતું કે, દરેક સંતાનોએ તીર્થ સ્થાન કરતાં પેહલા સૌ પ્રથમ પોતાના માતા-પિતાને સાર સંભાળ અને સન્માન આપવું જોઈએ, આજકાલ ખૂલી રહેલા વૃદ્ધાશ્રમો એ સમાજ પર કલંક સમાન છે. તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે, સારા માણસોની જ સંગત કરો, કે જેમની પાસેથી તમને કઈક ધર્મ પણ શીખવા મળે અને એ મનુષ્યને ઉદ્ધાર તરફ લઈ જશે.

આ પણ વાંચો - Vadodara: MS University માં 2500 થી વધુ ડિગ્રીઓ પડી રહી, તંત્ર ચિંતામાં આવી ગયુ

Tags :
Advertisement

.

×