ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ANAND : શબ્દોનો ઉપયોગ કરીને સૌથી મોટી પ્રભુ શ્રી રામની આધ્યાત્મિક પેઇન્ટિંગ બનવાઈ

પ્રભુ શ્રી રામની આધ્યાત્મિક પેઇન્ટિંગ  : અયોધ્યા રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024ને સમર્થન આપવા માટે રંજનભોઈ (જાન) આણંદ, ગુજરાતના એક કલાકાર, ડી/ઓ. રંજન કોકિલા રાયસીંગ ભોઈએ ગુજરાતી ભાષામાં 4,80,002 વખત "શ્રી રામ" શબ્દો લિખિત ભગવાન રામ ક્રિએટિવ કલર પેઈન્ટીંગ ડિઝાઇન...
11:22 AM Jan 21, 2024 IST | Harsh Bhatt
પ્રભુ શ્રી રામની આધ્યાત્મિક પેઇન્ટિંગ  : અયોધ્યા રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024ને સમર્થન આપવા માટે રંજનભોઈ (જાન) આણંદ, ગુજરાતના એક કલાકાર, ડી/ઓ. રંજન કોકિલા રાયસીંગ ભોઈએ ગુજરાતી ભાષામાં 4,80,002 વખત "શ્રી રામ" શબ્દો લિખિત ભગવાન રામ ક્રિએટિવ કલર પેઈન્ટીંગ ડિઝાઇન...

પ્રભુ શ્રી રામની આધ્યાત્મિક પેઇન્ટિંગ  : અયોધ્યા રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024ને સમર્થન આપવા માટે રંજનભોઈ (જાન) આણંદ, ગુજરાતના એક કલાકાર, ડી/ઓ. રંજન કોકિલા રાયસીંગ ભોઈએ ગુજરાતી ભાષામાં 4,80,002 વખત "શ્રી રામ" શબ્દો લિખિત ભગવાન રામ ક્રિએટિવ કલર પેઈન્ટીંગ ડિઝાઇન કર્યું છે. જેની ઊંચાઈ 42 ઈંચ x 30 ઈંચ પહોળાઈ છે. તેણીએ વિવિધ પ્રકારના રંગીન પેન અને શાહીનો ઉપયોગ કરીને 1 મહિના 25 દિવસમાં પોતાની જાતે એક પેઇન્ટિંગ દોર્યું અને 20 મી જાન્યુઆરી 2024 ના રોજ લાંભવેલ હનુમાન મંદિર, આણંદ, ગુજરાત, ભારત ખાતે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

શ્રી રામની પેઇન્ટિંગ

આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઇ પટેલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતનકુમાર પી પટેલ, પવન સોલંકી પ્રેસિડેન્ટ ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એન્ડ ગિનિઝ ફાઉન્ડેશન તેમજ લાંભવેલ હનુમાન મંદિરના ટ્રસ્ટી વિષ્ણુભાઈ ઠાકર,પીનલભાઈ પટેલ અને હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીરામની આ કૃતિનું અનાવરણ કરવામાં આવ્યું

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીરામની આ કૃતિનું અનાવરણ કરવામાં આવ્યું અને રંજન ભોઇને 'વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા' પવન સોલંકી દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પવન સોલંકી દ્વારા આ કાર્યને બિરદાવવામાં આવ્યું અને આ કાર્યની સફળતા બદલ રંજન ભોઈને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી રામ નામ લખી આ ચિત્રને તૈયાર કરવામાં આવ્યું

આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રામાયણમાં કુલ ચાર લાખ 80 હજાર બે શબ્દો છે જેમાંથી પ્રેરણા મેળવી રંજન ભોઇ દ્વારા શ્રી રામ નામ લખી આ ચિત્રને તૈયાર કરવામાં આવ્યું છે. તેઓએ વિશેષમાં જણાવ્યું કે, તેઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખી આ કાર્યની નોંધ લેવા તેમને જાણ કરશે. આ ઉપરાંત તેઓએ રંજન ભોઈ અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં આણંદના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ - યશદીપ ગઢવી 

આ પણ વાંચો -- Dahod : કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, રામોત્સવ યાત્રાનું દાઉદી વ્હોરા સમાજે આ રીતે કર્યું ભવ્ય સ્વાગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AyodhyaGujaratMITESH PATELPaintingram mandirShree Ramspiritual
Next Article