Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાવજ માટે યોજી સત્ય નારાયણની કથા, સિંહોના આ જોડાને પરિવારના સદસ્ય માને છે અહીંના ગ્રામજનો,

સિંહ માટે માનતા, ટેટુ અને સત્યનારાયણની કથા  કોડીનાર પંથકના આલિદર ગામે રામ-લખન નામના બે સાવજોનો જન્મ થયો હતો આ બંન્ને સાવજ પ્રત્યે ગ્રામજનોમાં પણ પ્રેમ જોવા મળી રહ્યો છે આ રામ, લખન રોજ ગામમાં એક વખત તો આંટો અચુક મારે...
સાવજ માટે યોજી સત્ય નારાયણની કથા  સિંહોના આ જોડાને પરિવારના સદસ્ય માને છે અહીંના ગ્રામજનો
Advertisement

સિંહ માટે માનતા, ટેટુ અને સત્યનારાયણની કથા 

કોડીનાર પંથકના આલિદર ગામે રામ-લખન નામના બે સાવજોનો જન્મ થયો હતો આ બંન્ને સાવજ પ્રત્યે ગ્રામજનોમાં પણ પ્રેમ જોવા મળી રહ્યો છે આ રામ, લખન રોજ ગામમાં એક વખત તો આંટો અચુક મારે જ જો કે લખન બીમાર પડતાં વનવિભાગ તેમને સારવાર માટે લઈ ગયું હતું અને રામ એકલો પડી ગયો ને ગામમાં આવવાનું જ બંધ કરી દીધું અને લખન જલ્દી સાજો થાય તે માટે સિંહ પ્રેમી ભગીરથસિંહ બારડ નામના યુવાને તો માનતા રાખી અને લખન અઢી મહિનાની સારવાર બાદ સ્વસ્થ થયો અને વનવિભાગે મુક્ત કરતા તે આલિધર પહોંચી ગયો ને રામ-લખન નું મિલન થયું

Advertisement

15 એપ્રિલે ભગીરથસિંહ બારડે સત્યનારાયણની કથા કરી માનતા પૂર્ણ કરી

Advertisement

બંન્ને સાવજો પોતાના નિત્યક્રમ મુજબ ગામમાં પહોંચી ગયા અને ગ્રામજનોના મુખમાંથી એક જ શબ્દ નિકળી ગયો હાશ..રામ-લખન બંન્ને આવી ગયા આ બંન્નેની જોડી જોઈ 15 એપ્રિલે ભગીરથસિંહ બારડે સત્યનારાયણની કથા કરી માનતા પૂર્ણ કરી હતી.લખન જ્યારે સારવાર લઇને આલીદર મુકામે પહોંચ્યો ત્યારે લખનનું નામ લેતાજ ગામના યુવાનો ભવાનીબાપુ ભગીરથસિંહ બારડ, મોહીલસિંહ પરમાર, ભાવસિંભાઇ પરમાર, ઋતુરાજ જાદવ, તેમજ કર્મરાજભાઇ બારડનો એકજ સુર હતો કે હવે લખન આવી ગયો, રામ લખનની જોડી વગર મજા આવતી ન હતી. અને સિંહ પ્રત્યે યુવાનોને એટલી લાગણી છેકે, હાથમાં સિંહના પંજા સહીત અલગ અલગ ટેટુ પણ બનાવ્યા છે..

ગ્રામજનો કહે છે કે રામ-લખન સિંહોનું જોડું અમારો પરિવાર છે 

આલીદર ગામના સિંહ પ્રેમી ભગીરથસિંહ બારડે જણાવ્યુ હતું કે રામ લખનની વાતજ અલગ છે એ સિંહ નહીં પરંતુ અમારો પરીવાર છે લખન બિમાર પડ્યો ત્યારે સત્યનારાયણ ભગવાનની કથાની માનતા રાખી હતી. હવે લખન આવતા અમને અનહદ ખુશી છે અને ભગવાનની કથા કરી રામ લખન સહી સલામત રહે તેવી પ્રાર્થના કરી છે.

રામ લખનની જન્મભૂમિ છે આ ગામ 

સિંહ પ્રત્યેની લાગણી પ્રેમની વાત જ ન કરો ભાઇ એ પરીવાર છે અને અમારા પરીવારના સભ્યોની જાળવણીમાં વનવિભાગ પણ પુરતો સહકાર આપે છે આ તો રામ લખનની જન્મભૂમિ છે અને એ ગામમાં ન આવે તો ગ્રામજનોને ચિંતા થાય કે રામ લખન કેમ નથી આવ્યા.

Tags :
Advertisement

.

×